જે યુગમાં રાધા કૃષ્ણ ની જોડી હતી ત્યાં મીરા હતીજ નહિ પરંતુ હાલના રંગીન યુગમાં જો એમ હોય તો કૃષ્ણ ની હાલત સેન્ડવીચ જેવી થાય અને કહાની કંઈક અલગજ હોય
રાજપીપલા માં શૂટ થઈ રહેલી ગુજરાતી ફિલ્મ “એક રાધા એક મીરા”માં કંઈક આવીજ અલગ કહાની છે જે પુરી ફિલ્મ જોયા બાદ દર્શકો ને જરૂર ગમશે
રાજપીપલા રાજવંત પેલેસ ખાતે શૂટ થઈ રહેલી ફિલ્મ એક રાધા એક મીરા નામની ગુજરાતી ફિલ્મ માં જાણીતા કલાકાર વિક્રમ ઠાકોર સાથે જાણીતી હિરોઈન મમતા સોની અને રિના સોની મુખ્ય ભૂમિકા માં છે જયારે વિલન તરીકે ગુરુ પટેલ કંઈક અલગ અંદાજમાં છે જે પોતે આ ફિલ્મના નિર્માતા પણ છે
એક રાધા એક મીરા નામની આ ફિલ્મ શ્યામ આર પટેલ દ્વારા નિર્મિત છે અને નિલેશ મોહિતે દ્વારા લેખિત અને દિગ્દર્શિત છે જેમાં વિક્રમ ઠાકોર ,મમતા સોની ,રિના સોની ,જેવા જાણીતા કલાકારો મુખ્ય ભૂમિકા માં છે જયારે વિલન માં ગુરુ પટેલ સાથે અન્ય નીવડેલા કલાકારો માં જૈમિની ત્રિવેદી ,હિતેશ રાવલ ,જીતુ પંડ્યા ,મિત્રેશ વર્મા,બરકત વઢવાણિયા જેવા સારા કલાકારો અગત્ય ની ભૂમિકા માં જોવા મળશે.ત્યારે અલગ અંદાજમાં રજુ થનારી આ ફિલ્મ દર્શકો માટે પૈસા વસુલ ફિલ્મ હશે .
રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"