રાજપીપલા નગર પાલિકાની ટીમ દ્વારા લોકોની સલામતી માટે ખાસ આખલા પકડ ઝુમ્બેશ

0
87

રાજપીપલા,
૨૯/૦૩/૨૦૧૮

આખલા કાબુમાં ન આવતા ટ્રેક્ટર પાછળ ખાસ પીંજરું બનાવડાવી ઢોર પકડવાની કામગીરી, તોફાની આખલાઓનેે ઝડપી જંગલ તરફ છોડી મૂકાતા રાહત 

રાજપીપલા: રાજપીપલા શહેરમાં રખડતા ઢોરો માં ખાસ અખલાઓ નો આતંક વધતા પાલિકા પ્રમુખ અલ્કેશસિંહ ગોહિલ દ્વારા કડક સૂચના બાદ અગાઉ વીસ જેવા જાનવરો પાંજરે પુરાય હતા જેમાં એક આખલો પણ હતો પરંતુ આખલાઓને પકડવા એ લોખંડના ચણા ચાવવા જેવો ઘાટ હોય ત્યારે નગરજનો ની સાથે સાથે પાલિકા ની ઢોર પકડતી ટીમના સભ્યો ને પણ જોખમ હોવાથી ખાસ આખલા પકડવા ટ્રેક્ટર પર પાંજરું બનાવી આખલા પકડવાનું ઓપરેશન ગુરુવારના દિવસે કરવામાં આવ્યું હતું.

પાલિકા પ્રમુખે નગરજનોની સલામતીની ચિંતા કરી કડક સૂચના આપતા પાલિકા ની ટીમ દ્વારા જગદીશ વસાવાના સુપરવિઝન હેઠળ ગુરુવારે જાહેર રજાના દિવસે ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી હતી અને માર્ગો પર તેમજ સોસાયટીઓમાં ઢોર પકડવા ટિમ કામે લાગી પરંતુ કોઈને નુકસાન ન થાય તેની ખાસ તકેદારી રાખી આખલા સહિતના ઢોરોને જબ્બે કરવામાં આવ્યા જેમાં સૌથી ખતરનાક એવા આખલાઓ સહિતના અન્ય ઢોર ને પકડી પાંજરે પુરાયા અને આખલાઓને શહેર થી દૂર જંગલ તરફ છોડી મુકાતા સૌને રાહત થઈ હતી.

રિપોર્ટર- નર્મદા,ભરત શાહ,
મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY