બાપ રે બાપ…મહારાષ્ટ્ર મુખ્યમંત્રીના મહેમાનો રોજની ૧૮,૫૦૦ કપ ચા પીવે છે…!!!

0
124

મુંબઈ,
તા.૨૯/૦૩/૨૦૧૮

ઉદર બાદ હવે મહારાષ્ટ્રમાં ચા કૌભાંડમાં ફસાઈ ફડણવીસ સરકાર

મહારાષ્ટના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના કાર્યાલયના ચા-પાણીના ખર્ચમાં છેલ્લા બે વર્ષમાં લગભગ ૫૭૭ ટકાનો વધારો થવાનો ગંભીર આરોપ મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ સંજય નિરુપમે લગાવ્યો છે. જાકે, સીએમ ઓફિસ તરફથી કહેવામાં આવ્યું છે કે તેમાં ફક્ત ચા જ નહીં પરંતુ અન્ય ખર્ચાઓ પણ સામેલ છે.

મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ સંજય નિરૂપમે આરટીઆઇ પાસેથી મળેલી જાણકારીના આધારે મુખ્યમંત્રી કાર્યાલયમાં ચા-પાણીનું કૌભાંડ થવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, “મુખ્યમંત્રી કાર્યાલયમાં વર્ષ ૨૦૧૫-૧૬માં ચા-પાણી પર ૫૭ લાખ ૯૯ હજાર અને વર્ષ ૨૦૧૬-૧૭માં ૧ કરોડ ૨૦ લાખ ચા-પાણી પર ખર્ચ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે ૨૦૧૭-૧૮માં આ ખર્ચ છેલ્લા બે વર્ષોની સરખામણીમાં ૫૭૭ ટકા વધીને ૩ કરોડ ૩૪ લાખ રૂપિયા થઇ ગયો છે.” નિરૂપમનો આરોપ છે કે આ રીતે મહારાષ્ટમાં ખેડૂતો જ્યાં આત્મહત્યા કરી રહ્યા છે, ત્યાં જ મુખ્યમંત્રી કાર્યાલયમાં દરરોજ લગભગ ૧૮, ૫૦૦ રૂપિયાની ચા પીવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે હકીકતમાં આ એક બહુ મોટું ચા-પાણીનું કૌભાંડ મુખ્યમંત્રી કાર્યાલયમાં ચાલી રહ્યું છે.

મુખ્યમંત્રી કાર્યાલયે તાત્કાલિક નિવેદન જાહેર કરીને મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરૂપમના આરોપોને ખોટા ઠેરવ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે નિરૂપમ જે ખર્ચનો ઉલ્લેખ કરી રહ્યા છે, હકીકતમાં તે ફક્ત મુખ્યમંત્રી સચિવાલયનું નથી, પરંતુ મંત્રાલય, સહ્યાદ્રિ અતિથિગૃહ, વર્ષા નિવાસસ્થાન, નાગપુરના રામગિરી અને હૈદરાબાદ હાઉસનો સંયુક્ત ખર્ચ છે.

આ સાથે એવી દલીલ પણ કરવામાં આવી છે કે મંત્રાલય અને મુખ્યમંત્રી સચિવાલય આવનારા લોકોની સંખ્યામાં હાલના દિવસોમાં ભારે વધારો થયો છે. તેમાં દેશ-વિદેશના શિષ્ઠમંડલ, વિભિન્ન ઉદ્યોગસમૂહોના પ્રતિનિધિઓ, અલગ-અલગ ક્ષેત્રના સન્માનિત લોકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સરકારી બેઠકોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેનાથી પહેલા વિભાગવાર થતી બેઠકોમાં થતો ચા-પાણીનો ખર્ચ સંબંધિત વિભાગ આપતો હતો, પરંતુ હવે તમામ બેઠકોનો ખર્ચ મુખ્યમંત્રી સચિવાલય દ્વારા આપવામાં આવે છે. જેના કારણે આતિથ્યખર્ચમાં વધારો જાવા મળી રહ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY