રાજપીપલા નગરપાલિકા ની સારી કામગીરી પરંતુ…ફૂડ એન્ડ ડ્રગ. વિભાગ જૈસે થે?

0
144

રાજપીપલા: એક તરફ રાજપીપલા નગરપાલિકા પ્રમુખ નગરજનોના સ્વાસ્થ્ય બાબતે વારંવાર ચિંતા કરી ખાણીપીણી ની લારી ,ફરસાણ ,આઈસક્રિમ જેવી દુકાનો પરની ખાદ્ય સામગ્રી નું અચાનક ચેકીંગ કરાવી ભેળસેળ કરતા વેપારીઓ સામે પગલાં લે છે ત્યારે બીજી તરફ ભરૂચ ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ ફક્ત મોટા તહેવારો ટાણૅજ તપાસ ના નામનું બ્યુગલ વગાડતું જોવા મળે છે પરંતુ ઘણા સમય થી રાજપીપલા સહીત નર્મદા જિલ્લા માં વેચાતા ઘઉં,ચોખા સહીત ના અનાજ કે લોટ સહિતની સામગ્રી ભેળસેળ યુક્ત હોવાની ફરિયાદો ઉઠવા છતાં કોઈજ તપાસ નથી થતી એ શંકા ઉપજાવે તેવી વાત છે

નર્મદા જિલ્લો ભરૂચ થી અલગ થયા ને 20 વર્ષ જેવો સમય થવા છતાં આ જિલ્લાને અમુક બાબતે સ્વતંત્રતા  ન મળતા અમુક તત્વો તેનો ફાયદો ઉઠાવી ભેળસેળ થકી તગડી કમાણી કરવા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા હોય ભરૂચ ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ હવે નિંદ્રા માંથી ઉઠે એ જરૂરી છે .

રિપોર્ટર- નર્મદા ,ભરત શાહ

મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY