ગોલ્ડ કોસ્ટ,
તા.૧૫/૪/૨૦૧૮
કોમનવેલ્થમાં ભારતે મેળવ્યા ૫૦૩ મેડલ,ગત વર્ષનો રેકોર્ડ તોડ્યો
૨૧મા કોમનવેલ્થ ગેમ્સના અગિયારમો અને છેલ્લો દિવસ ભારત માટે શાનદાર રહ્યો. ભારતે આ રમતમાં ૨૬ ગોલ્ડ મેડલ સહિત કુલ ૬૬ (૨૦ સિલ્વર, ૨૦ બ્રોન્ઝ) મેડલ જીત્યા. ભારતે ૨૦૧૪ના ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં ૬૪ મેડલ જીતી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ગોલ્ડ કોસ્ટમાં ભારતીય દળ આઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ બાદ ત્રીજા નંબર પર રહ્યું. ભારતે વર્ષ ૨૦૧૦ના દિલ્હી કોમનવેલ્થમાં કુલ ૧૦૧ મેડલ જીત્યા હતા. ત્યાં ૨૦૦૨ના માન્ચેસ્ટર રમતમાં કુલ ૬૯ મેડલ મળ્યા હતા.
શુટિંગઃ ભારત માટે શુટિંગ ઇવેન્ટ ખૂબ જ સારી રહી. શુટિંગમાં ભારતે આ વખ્તે ૭ ગોલ્ડ સહિત કુલ ૧૬ મેડલ જીત્યા. અનીશ ભાનવાલા, મેહલી ઘોષ અને મનુ ભાકર જેવા યુવા નિશાનેબાજા સિવાય હીના સિદ્ધુ, જીતુ રાય અને તેજસ્વની સાવંત જેવા અનુભવી નિશાનેબાજા પણ ભારત માટે મેડલ જીત્યા.
વેટલિફ્ટંગઃ ભારતે વેટલિફ્ટંગમાં કુલ ૯ મેડલ જીત્યા. તેમાં પાંચ ગોલ્ડ, બે સિલ્વર, અને બે બ્રોન્ઝ મેડલ સામેલ રહ્યાં. મીરાબાઈ ચાનુ, સંજિતા ચાનુએ ભારતને ગોલ્ડ અપાવ્યો. આ સિવાય પૂનમ યાદવે પણ ભારત માટે ગોલ્ડ જીત્યો.
રેસલિંગઃ રેસલિંગમાં ભારતે ૫ ગોલ્ડ, ૩ સિલ્વર, અને ચાર બ્રોન્ઝ સહિત કુલ ૧૨ મેડલ પોતાના નામ કર્યા. બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, સુમિત જેવા પહેલવાનોએ પોત-પોતાની કેટેગરીમાં ભારતને મેડલ અપાવ્યા.
બેડમિંટનઃ બેડમિંટનમાં ભારતને કુલ ૬ મેડલ મળ્યા. ભારતે મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો અને સાથો સાથ મહિલા સિંગલમાં સાઇના નેહવાલે અને પીવી સિંધુએ ગોલ્ડ અને સિલ્વર અપાવ્યા. પુરુષ સિંગલમાં ભારતના કિદાંબી શ્રીકાંતે ફાઇનલમાં ઓલિમ્પક સિલ્વર મેડાલિસ્ટ મલેશિયાના લી ચોંગ વેઇથી હારનો સામનો કરવો પડ્યો.
ટેબલ ટેનિસઃ ટેબલ ટેનિસમાં ભારતીય મહિલા અને પુરુષ ટીમે ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચી દીધો. આ સિવાય મહિલા સિંગલમાં મણિકા બત્રાએ ગોલ્ડ મેડલ જીત્યો. પુરુષ યુગલ અને મહિલા યુગલ મુકાબલામાં ભારતને સિલ્વર મેડલ મળ્યો.
એથલેટિક્સઃ એથલેટિક્સમાં ભારતને ત્રણ મેડલ મળ્યા. નીરજ ચોપડાએ જેવલિન થ્રોમાં ભારને ગોલ્ડ મેડલ અપાવ્યો. જ્યારે સીમા પુનિયાએ ડિસ્કસ થ્રોમાં સિલ્વર અને નવદીપ ઢિલ્લોએ બ્રોન્ઝ મેડલ જીત્યો.
હોકીઃ ભારતીય હોકી ટીમ માટે સફર જા કે સારી રહી નથી. પુરુષ અને મહિલા બંને હોકી ટીમ બ્રોન્ઝ મેડલ મુકાબલો હારી ગઇ અને ખાલી હાથ પાછા ફર્યા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







