મહેતા હોસ્પિટલ સામે સોમવારે રાત્રે તણખા જોતા ગભરાટ આકરી ગરમી અને ઓવરલોડ થી સ્પાર્ક
રાજપીપલા માં સોમવારે તાપમાન 42 ડિગ્રી રહ્યું જેમાં લોકો તો ભઠ્ઠા ની માફક સેકાય રહ્યા હતા પરંતુ ગરમીમાં રાહત મેળવવા ઠેર ઠેર લોકો ના ઘરો માં એ .સી.,કુલર સહીત ના ઠંડક આપતા ઈલેકટ્રીક સાધનો ચાલતા હોવાથી ઓછા લોડ ના નંખાયેલા વીજ ટ્રાન્સફરમારો અતિશય ગરમ થઈ જતા અગાઉ થોડા દિવસ પરજ જ્યાં આગ લાગી હતી એજ શાક માર્કેટ પાછળ ના ટ્રાન્સફોર્મરમાં તણખા ઝરતા લોકો માં ભય જોવા મળ્યો હતો જોકે અગાઉ આગ લાગી ત્યારે ફાયર બ્રિગેડ બોલાવી પડી હતી
વારંમવાર સળગતા આ જગ્યાના ટ્રાન્સફોર્મર માં ઓવર લોડ ના કારણે આવી ઘટના બને છે તેમ છતાં વીજ કંપની ત્યાં હેવી ટ્રાન્સફોર્મર નથી લગાડતી તો શું કોઈ મોટી દુર્ઘટના ની રાહ જોવાઈ રહી છે…?!
રાજપીપલા શહેરમાં વધતી વસ્તી અને વધતા ઈલેકટ્રીક ઉપકરણો ના કારણે જુના ટ્રાન્સફોર્મર લોડ ખેંચી ન શકતા હોવાથી આવી સમસ્યા ઘણા વિસ્તારો માં જોવા મળે છે ત્યારે ત્યાં હેવી ટ્રાન્સફોર્મર નાખવા જરૂરી હોવા છતાં લાપરવાહી રાખતા વીજ કંપની ના સત્તાધીશો ક્યારેક મોટી દુર્ઘટના થયા બાદ આળસ ખંખેરશે એમ લાગી રહ્યું છે
રિપોર્ટર- નર્મદા- ભરત શાહ ,મો.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"