ચુંપણી ગામ ની મહિલા પર ભુવા દ્રારા તાંત્રિક વિધિ ના બહાને છેડતી કરાતા ચકચાર

0
574

તમારા ઘર મા મેલી વસ્તુ છે તેના નિકાળવા માટે વિધી કરવી પડશે તેમ કહી ને મહિલા ને તાંત્રિક વિધિ કરી ને અડપલા કરતા મહિલાએ પોલિસ ફરિયાદ કરેલ

ગ્રામીણ વિસ્તાર ના લોકો અંધશ્રદ્ધા ને વધુ માનતા હોય છે ત્યારે આવો એક બનાવ હળવદ તાલુકાના ચુંપણી ગામે બન્યો હતો ચુંપણી ગામ ના સાધુ મારાજ ની વિધવા મહિલાને આજ ગામ ના ભૂવા તાંત્રિક વિધિ ના બહાને હેઠળ તમારા ઘરમાં મેલી વસ્તુ છે તે નિકાળવા માટે તાંત્રિક વિધિ કરવી પડશે તેમ કહી ને મહિલા ને સુંદર ભવાની ગામ ના રસ્તા પર રાત્રીના સમયે લઈને ને ભૂવા મહિલા નો હાથ પકડી અન્ય માગણી કરી ને છેડતી કરતા નાનકડાએવા ગામ મા ચકચાર મચી જવા પામી હતી જયારે મહિલા એ હળવદ પોલીસ મા ફરિયાદ કરતા પોલીસે આરોપી ને પકડવા ના ચક્રો ગતિમાન કર્યા હતા

ગ્રામીણ વિસ્તાર ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો માતાજી ના દોરા ધાગા કરી અંધશ્રધ્ધા માં બહુ માનતા હોય છે ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના ચુંપણી ગામે બન્યો હતો ગત તારીખ ૨૪/૨/૨૦૧૮ ના રોજ ચૂંપણી ગામના મહિલા વિધવા સાધુ મારાજ એવા વનિતા બેન અંબારામ ભાઈ સાધુ ને આજ ગામના ભૂવા જગાભાઈ બુટા ભાઈ ભરવાડ તેમને ઘર આવી ને કહેલ તમારા ઘરમાં મેલી વસ્તુ છે તેના નિકાળવા માટે તાંત્રિક વિધિ કરવી પડશે તેમ કહી ને વિધવા મહિલા ને કહેલ અબીલ ગુલાલ અને અન્ય ચીજવસ્તુઓ લઈ ને રાત્રીના સમયે જંગલ મા જવુ પડશે તાત્રિકવિધી કયો બાદ અમારા ઘર મા સારા દિવસો આવશે તેમ ભુવા જણાવેલ ભુવા ની વાત મા મહિલા આવી જતા રાત્રીના ૧૨ વાગે સુંદર ભવાની ગામ ની સીમ મા ગયેલ ત્યારે બાદ મહિલા ને ભુવા જગાભાઈ ભરવાડે તાંત્રિક વિધિ ના બહાને હેઠળ હાથ પકડી ને છેડતી કરીને અન્ય અનઘટ માંગણી કરતા નાનકડાએવા એવા ચુંપણી ગામ મા ચકચાર મચી જવા પામી હતી ત્યારે બાદ મહિલાએ હળવદપોલીસ મા ભુવા જગાભાઈ ભરવાડ વિરૂધ્ધ ફરિયાદ કરતા વધુ તપાસ હળવદ પોલીસ ના પીએસઆઈ રાણાભાઈ ભરવાડ ચલાવી રહ્યા છે અને આરોપી ને પકડવા ના ચક્રો ગતિમાન હળવદ પોલીસ એ કયો હતા

મયુર રાવલ હળવદ
મો, 9909458555

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY