આદિજાતિ વિકાસ કમિશનરે ગીતાબેન વસાવાનું અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર રદ્દ કર્યું.અઢી વર્ષ થી ચાલતી મેટરમાં ચૂંટણી પૂર્વે જ નિર્ણય આવતા ભાજપા માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે.
રાજપીપળા : રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી આગામી 14 જૂને યોજાવાની છે ત્યારે બહુમતી માટે મથી રહેલા ભાજપાને એક ઝાટકો લાગ્યો છે, વર્તમાન ઉપપ્રમુખ ગીતાબેન વસાવાનું સભ્યપદ હાલ જોખમમા મુકાયું છે કેમકે આદિજાતિ વિકાસ કમિશનરે ગીતાબેન વસાવાનું અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર રદ્દ કર્યું. ત્યારે આદિજાતિ ની બેઠક પરથી ચૂંટાયેલા સભ્ય હવે રહેશે ખરા સુ તેઓ આગામી 14મીના ભાજપા તરફી વોટિંગ કરી શકશે કે કોંગ્રેસ જેનો વિરોધ ઉઠાવશે તમામ બાબતો હાલ ભાજપાની ઉંઘ બગાડી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપલા નગરપાલિકાની ચૂંટણીમાં ગત ટર્મમાં વોર્ડ 5 માંથી ચૂંટાયેલા ગીતાબેન મહેશ વસાવા આદિજાતિ અનામત મહિલા બેઠક પરથી ભાજપા ના મેન્ડેટ પર ચૂંટણી લડ્યા હતા. અને જીત્યા ત્યારે જેમની સામે કોંગ્રેસ માંથી ચૂંટણી લડેલા સાનીબેન વસાવા એ હાઇકોર્ટ અને આદિજાતિ વિકાસ કમિશનર માં ફરિયાદ કરી કે ગીતાબેન વસાવા એ જાતે સોની છે અને સવર્ણ છે જે ખોટી રીતે ચૂંટણી લડ્યા છે, જે ફરિયાદ થી હાલ કોર્ટ માં કેશ ચાલે છે જયારે આદિજાતિ વિકાસ કમિશનરે ગીતાબેન વસાવાનું અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર રદ્દ કર્યું. ગીતાબેન વસાવા અને તેમના ભાઈ તથા 2 બહેનો સામે તથા તેમને આદિજાતિનું પ્રમાણપત્ર આપનાર તત્કાલીન મામલતદાર સામે ફોજદારી પગલાં લેવા હુકમ કર્યો.ત્યારે કોંગ્રેસને ચૂંટણી ટાણે બગાસું ખાતા પતાસું મળી ગયા જેવો ઘાટ થયો છે અને ખુશીની લહેર પ્રસરાઈ છે ત્યારે ભાજપા ને મોટો ઝાટકો લાગ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપા પાસે હાલ 16 સભ્યો સાથે બહુમત હોવા છતાં અસંતુષ્ટ સભ્યો કોંગ્રેસ તરફેણ માં મતદાન કરશે એવી બીકે તમામ સભ્યોને ફેમેલી સાથે ગોવા લઇ ગયા છે, ત્યારે એક એક સભ્યના મતની બોલી લાગી રહી છે ત્યાં ભાજપાનું એક સદસ્ય નું જાતિ પ્રમાણ પત્ર રદ થતા ભાજપા માટે એક સંધે ને તેર તૂટે જેવા ઘાટ સર્જાયા છે ત્યારે સભ્યોને કેવીરીતે મનાવશે એતો આગામી 14 મીના જોવા મળશે।
અમારા સદસ્ય ગીતાબેન નું જાતિના પ્રમાણપત્ર રદ થયાનો હુકમ જોયો જોકે આ કોર્ટ મેટર છે અને કોર્ટ નો જે પણ નિર્ણય હશે શિરોમાન્ય રહેશે, બાકી પાલિકાની ચૂંટણી માં અમે બહુમત માં છે અમારા એક પણ સભ્યો ક્યાંય જવાના નથી અમે બાકીના અઢીવર્ષ માટે પણ સત્તામાં રહીશું જેમાં કોઈ બે મત નથી >>> ઘનશ્યામ દેસાઈ (ભાજપા જિલ્લા પ્રમુખ )
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



