અજરખપુરમાંથી ગુમ થયેલા બે બાળકોમાંથી એકની લાશ મળી, એક બેભાન: કચ્છભરમાં અરેરાટી

0
29

ભુજ : તાલુકાના અજરખપુર ગામમાંથી ગઈકાલે ગુમ થયેલા બે માસુમ બાળકો ગુમ થયા બાદ પોલીસ અને ગ્રામજનોની વ્યાપક શોધખોળના અંતે આજે બંને બાળકોમાંથી એક મૃત હાલતમાં અને એક બેભાન હાલતમાં મળી આવતા પોલીસ પણ સ્તબ્ધ બની ગઈ છે.માસુમ બાળકની લાશ ગામથી દૂર સીમાડામાંથી મળી આવતા કચ્છભરમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે ત્રણ વર્ષના દાનિયાલ ઈસ્માઈલ ખત્રી અને અઢી વર્ષની રેબાબા આદમ ખત્રી નામના બે માસુમ બાળકો ગુમ થયા હતા.જે અંગે પોલીસમાં જાણ થતા પોલીસે સોશ્યલ મીડીયામાં જાહેરાત કરી હતી.માસુમ બાળકોની શોધખોળમાં અનેક લોકો જોડાયા હતા.ગ્રામજનોએ પણ વ્યાપક શોધખોળ કરતા ગુમ થયાના એક જ દિવસમાં આજે અજરખપુર ગામથી દૂર આવેલી ઝાડીઓમાં ત્રણ વર્ષના દાનિયાલની લાશ અને અઢી વર્ષની રેબાબા બેભાન મળી આવતા અરેરાટી ફેલાઈ છે.બાળકની જાણ થતા જ ભુજના ડીવાયએસપી પટેલ પોલીસ કાફલા સાથે અજરખપુર દોડી ગયા હતા.મૃત હાલતમાં મળેલ સાડા ત્રણ વર્ષના દાનિયાલના શરીરમાં ઈજાના કોઈ નિશાન દેખાતા નથી.ત્યારે મોતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે તો બેભાન મળેલી અઢી વર્ષની રૂબાબાને ભુજની વાયબલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હોવાનું જાણવા મળે છે.ગામથી દૂર સીમમાં બંને બાળકો મળતા અપહરણની આશંકા નકારી શકાતી નથી ત્યારે આ માસુમોના ગુનેગારોને પોલીસ તંત્ર જલદી ઝડપી પાડે તેવી માગ આમ નાગરિકોમાંથી ઉઠી રહી છે.

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY