પ્રતાપગઢ,તા.૫
રાજસ્થાનના પ્રતાપગઢમાં જિલ્લા અદાલતમાં વૃક્ષ કાપવાની બાબતમાં ચાર આરોપીઓને જામીન તેમણે કાપેલા વૃક્ષોના સ્થાને ૧૦ ગણા વૃક્ષો વાવવાની શરતે આપવામાં આવ્યા છે. રામા ઉર્ફે રામલાલ તેલી, જસવંત ધોબી, દિનેશ તૈલી અને મોહમ્મદ હુસૈન પર વન ક્ષેત્રના ૨૭ વૃક્ષો કાપવાનો આરોપ હતો. આરોપીઓએ જજ રાજેન્દ્રકુમાર શર્માની અદાલતમાં જામીનની અરજી આપી હતી. કોર્ટે આ કેસમાં આરોપીઓને દોષી માન્યા હતા અને કહ્યુ હતું કે આરોપીઓએ એક મહિનામાં ૨૭૦ વૃક્ષોની રોપણી કરીને તેની સાર-સંભાળ લેવી પડશે.
ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી કેસ દાખલ કર્યા પછી પોલીસે આ ધરપકડ કરી હતી. અદાલતે કહ્યું કે આ લોકો દ્વારા ગુનાહિત હેતુથી પર્યાવરણ અને વન વિભાગની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે.
જજે કહ્યું હતું કે, આરોપીઓને ૨૭૦ આંબળાના છોડ લગાવીને તેના ફોટા કોર્ટમાં રજૂ કરવાના રહેશે. વન વિભાગની ટીમ પણ આ છોડનું નિરીક્ષણ કરીને અદાલતમાં તેના અહેવાલ રજૂ કરશે, જેથી આરોપી પર્યાવરણ સંરક્ષણ માટે આપવામાં આવેલી સજાનું પાલન કરે.
કોર્ટે પણ કહ્યું કે, આરોપીઓએ છોડવા હજુ જીવંત હોવાની માહિતી પણ દરેક ત્રણ મહિનામાં આપવી પડશે. વૃક્ષ કાપવાની ઘટના ૨૦ માર્ચની છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




