ના હોય….ઉત્તરપ્રદેશમાં પહેલે થી જ બુલેટ ટ્રેન દોડી રહી છે..!!

0
9

આગરા,તા.૨૬
મોદી સરકાર હજારો કરોડોના ખર્ચે અમદાવાદથી મુંબઈની વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરાવવા જઈ રહ્યા છે. જા કે ઉત્તર પ્રદેશમાં પહેલેથી જ બુલેટ ટ્રેન દોડતી હોવાની રિપોર્ટમાં સામે આવ્યું છે. જણાવી દઈએ કે ભારતીય રેલવેની એક એકસપ્રેસ ટ્રેન ૪૦૯ કિમી પ્રતિ કલાકની ઝડપથી અલ્હાબાદ અને ફતેહપુર વચ્ચેના ૧૧૬ કિમીના અંતરને માત્ર ૧૭ મિનિટમાં જ પૂરુ કરી લે છે. આ આંકડાઓ જાઈને તમે ચકિત જરૂર થઈ જશો પણ કેગના તાજેતરમાં કરેલા ઓડિટ દરમિયાન પેપર પર આ ડેટા મળી આવ્યા હતા.
CAG જયારે પ્રયાગરાજ એકસપ્રેસ, જયપુર-અલ્હાબાદ એકસપ્રેસ અને નવી દિલ્હી- અલ્હાબાદ દૂરંતો એકસપ્રેસની ડેટા એન્ટ્રીનું ઓડિટ કર્યું તો એમને બહુ અનિયમિતતા જાવા મળી. કેગના ઓડિટ દરમિયાન જાણવા મળ્યું કે ઈન્ટીગ્રેટેડ કોચિંગ મેનેજમેન્ટ સિસ્ટમમાં કેટલીય ખોટી એન્ટ્રી કરવામાં આવી છે. આઈસીએમએસ દ્વારા ટ્રેનના આવવા અને જવાના સાચા સમયને મોનિટર કરવામાં આવે છે. આ ડેટા નેશનલ ટ્રેન ઈન્કવાયરી સિસ્ટમમાં પણ જાવા મળે છે અને ખોટા ડેટાના કારણે અલ્હાબાદ સ્ટેશન પર યાત્રીઓને ટ્રેનના આવવાનો ખોટો સમય બતાવે છે.
પોતાના રિપોર્ટ અંગે CAG કહ્યુ કે, ‘વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન ૩ ટ્રેનને અનુક્રમે ૩૫૪, ૩૪૩ અને ૧૪૪ દિવસ ચલાવવામાં આવી જેમાંથી તેમણે કેટલાક દિવસ ફતેહપુરથી અલ્હાબાદ વચ્ચે ૧૧૬ કિમીનું અંતર કાપવામાં ૫૩ મિનિટથી પણ ઓછો સમય લીધો.’ કોઈ ટ્રેનને આ અંતર કાપવામાં ૧૩૦ કિમી પ્રતિ કલાકની ઝડપે જવું પડશે. કેગને જાણવા મળ્યું કે ૯ જુલાઈ ૨૦૧૬ના રોજ અલ્હાબાદ દૂરંતો એકસ્પ્રેસ સવારે ૫૫૩ વાગ્યે ફતેહપુર પહોંચી અને સવારે ૬.૧૦ વાગ્યે તે અલ્હાબાદ પણ પહોંચી ગઈ. આ હિસાબે દૂરંતો એકસપ્રેસએ ૧૧૬મીના અંતરને ૪૦૯ કિમી પ્રતિ કલાકની ઝડપે ૧૭ મિનિટમાં જ પૂરું કર્યું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY