રાજુલા,તા.૮
કોવાયા ગામ નજીક આવેલ અલ્ટ્રાટેક કંપનીના પટા પાસે સિંહણે લટાર મારી ચારે તરફ લોકો સિંહણને જાતા રહ્યા અને બાવળની કાટ તરફ સિંહણ નીકળી ગઈ. આ પ્રકારે ખુલા વાહનોના માર્ગે સિંહણ આવી ચડતા સ્થાનિક લોકોમાં ભય સાથે દોડધામ મચી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
ત્યારબાદ આખી રાત ગામ આસપાસ રહી વહેલી સવારે કોવાયા નજીક આવેલ અલ્ટ્રાટેક કંપની નજીક આવેલ અહીંના પરપ્રાંતીય માણસોની કોલોની અને ખાસ કરી અહીં નોકરી કરતા લોકોની રેસિડેન્ટ કોલોની આવેલી છે. ત્યાં પાછળના ભાગેથી સિંહણ આવી ચડી અને ગેટ પર રહેલી સિક્યુરિટીઓમા દોડધામ મચી ગઇ હતી. જો કે આ ઘટના ક્રમ મંગળવારે સવારે બન્યો હતો. રાજુલા વનવિભાગને જાણ થતાં વનવિભાગનો સ્ટાફ તાત્કાલિક અહીં દોડી ગયો હતો અને વનવિભાગ પહોંચે તે પહેલા અહીંથી સિંહણ લટાર મારી નીકળી ગઈ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



