સુરત,તા.૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત રહેતા કાકાને પેશાબની તકલીફ ઉભી થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં તેમના જરૂરી રિપોર્ટ કર્યા બાદ તબીબો દ્વારા સારવાર શરૂ કરવામાં આવી છે.
પાલ અડાજણ વિસ્તારમાં આવેલી રૂદ્રા રેસિડેન્સીમાં કાંતિલાલ મૂળચંદદાસ મોદી(નરેન્દ્ર મોદીના કાકા) એકના એક દીકરા સાથે ૧૫ વર્ષથી રહે છે. પરંતુ થોડા દિવસો અગાઉ નરેન્દ્ર મોદીના ભાઈ સોમાભાઈની પત્નીનું અવસાન થયા બાદ કાંતિલાલ અંતિમ વિધિ માટે ત્યાં ગયાં હતાં. જ્યાં તેમને પેશાબનો પ્રોબ્લેમ થતાં સારવાર અર્થે સુરત સિવિલ લાવવામાં આવ્યાં હતાં. કાંતિલાલભાઈનું સુગર લેવલ ૨૨૩, પ્રેશર ૧૫૦ હોવાનું રિપોર્ટમાં આવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



