સ્કૂલ વેન ચાલકોની હડતાળ યથાવત ઈન્ડોર સ્ટેડિયમ ખાતે મીટિંગ સ્થગિત

0
8

પોલીસ કમિશનર અને કલેક્ટર વાયુ વાવાજોડામાં વ્યસ્ત હોવાથી બેઠક શક્ય ન બની
સુરત, તા.૧૩
ટ્રાફિક પોલીસ અને આરટીઓની કડક ચેકિંગના વિરોધમાં આજે સવારે સુરત શહેર સ્કૂલ ઓટો વેન એસોસિએશનના સભ્યો પોલીસ કમિશનર અને કલેક્ટરને મળવા ભેગા થયા. પરંતુ વાયુ વાવાઝોડાની મીટિંગમાં વ્યસ્ત હોવાથી બેઠક શક્ય ન બની હડતાળ યથાવત રહી છે.
સુરત સ્કૂલ ઓટો-વાન સંઘના નેજા હેઠળ આજે સવારે ૮ કલાકે પોલીસ કમિશનર કચેરીએ રિક્ષા અને વાન ચાલકો મોટી સંખ્યામાં હાજર રહ્ના હતા. પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માંગતા આ ટોળાને ૧૦ થી ૧૦.૩૦ કલાકે આવવાનું જણાવી તેઓને ઉમરા પોલીસે ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ખુલ્લા પ્લોટમાં ભેગા થવાનું જણાવ્યું હતું. પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર સંભવિત વાયુ વાવાઝોડાની મીટિંગોમાં સતત વ્યસ્ત હોવાથી રીક્ષા વેન ચાલકો સાથે બેઠક શક્ય બની ન હતી. રિક્ષા વેન ચાલકોની મીટિંગ કોઈપણ પ્રકારના નિર્ણય વગર મુલત્વી થઈ હતી. શનિવાર સુધી હડતાળનો નિવેડો આવે તેવી શક્યતા અોછી છે.
વેન ચાલકોએ વધુમાં જણાવ્યું કે, પ્રાઈવેટ પાસિંગના બદલે ટેક્સી પાસિંગ કરાય તો દરેક વેન ચાલકને ૨૮ થી ૩૦ હજારનો ખર્ચ થાય તેમ છે. ત્યારબાદ પણ એક વેનમાં ૧૨ થી વધુ વિદ્યાર્થીઓ ન બેસાડવાનો નિયમ છે. જો આ નિયમ મુજબ વેન ચાલક વર્તે તો વિદ્યાર્થી દીઠ વેન ફી ડબલ થઈ જાય તે કોઈ વાલીને હાલની પરિસ્થિતિમાં પોસાય તેમ નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY