રાજીવ ગાંધીની હત્યાનો ફાયદો સોનિયાને થયો : સુબ્રમણ્યમ સ્વામી

0
58

ન્યુ દિલ્હી,
તા.૧૨/૦૩/૨૦૧૮

રાજીવ ગાંધીની હત્યાના મામલામાં આપવામાં આવેલ રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી પર નિશાન સાંધ્યું છે. સ્વામીએ કહ્યું કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાની તપાસ થવી જાઇએ. તમને જણાવી દઇએ કે રાહુલ ગાંધીએ સિંગાપુરમાં તાજેતરમાં જ કહ્યું હતું કે તેમણે અને તેમની બહેન પ્રિયંકાએ પોતાના પિતાના હત્યારાઓને માફ કરી દીધા છે. કારણ કે લોકોને નફરત કરવી ખૂબ જ મુશ્કેલ છે. તેમણે કહ્યું હતું કે આ હત્યાએ તેમને કેટલાંય વર્ષો સુધી દુઃખ પહોંચાડ્યું.

સ્વામીએ રાહુલના આ નિવેદનમાં દેશભક્તનો અભાવ ગણાવ્યો અને કહ્યું કે રાહુલની ઉદારતાએ આ હત્યા અંગે શંકા પેદા કરી દીધી છે. સ્વામીએ કહ્યું કે રાજીવ ગાંધી સાચા રાષ્ટ્રવાદી હતા અને તેમની હત્યા કરનારાઓ માટે કોઇ ઉદારતા દાખવવી જાઇએ નહીં.

તેમણે કહ્યું કે રાજીવની હત્યામાં સામેલ નલિનીને ફાંસીની સજા આપવામાં આવી હતી બાદમાં આજીવાન કારાવાસમાં બદલાઇ. આશ્ચર્ય છે કે જેને આપણા પ્રધાનમંત્રીની હત્યા કરી, તેના પ્રત્યે ઉદારતા કેવી દેખાડી શકાય છે. તેમણે કહ્યું કે રાહુલે સમજવું જાઇએ કે સજા તેમના પિતાના હત્યારાઓને નહીં પરંતુ દેશના પૂર્વ પીએમના હત્યારાઓ માટે નક્કી કરાઈ હતી.

સ્વામીએ કહ્યું કે ચોક્કસ આ કેસમાં કોઈ ની સાથે કોઇ સમજૂતી થઇ છે, આખરે કેમ પ્રિયંકા ગાંધી હત્યાના દોષીઓને મળવા જેલમાં ગઇ હતી? જ્યારે માત્ર દોષિતોના પરિવારજનોને જ તેમને મળવાની મંજૂરી આપવામાં આવે છે.

રાજીવ ગાંધીની હત્યાની આરોપી નલિનીની દીકરી ઇંગ્લેન્ડમાં શિક્ષણની વ્યવસ્થા સોનિયા ગાંધી એ કરી. નલિનીને કોમ્પ્યુટરનું શિક્ષણ પ્રાપ્ત કરવા માટે સ્કાલરશિપ આપી. સ્વામીએ કહ્યું કે તેમણે સમજાતું નથી કે રાજીવ ગાંધીના હત્યારાઓ માટે આટલી ઉદારતા કેમ દાખવામાં આવી રહી છે. આથી તેમને લાગે છે કે ચોક્કસ કંઇક ગડબડ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY