ભરૂચના ઝાડેશ્વર ખાતે રાજ્યપાલના આગમને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા: નાના ભૂલકાઓ ભર તાપમાં હેરાન પરેશાન

0
142

ભરૂચ:
આજરોજ સવારે ભરૂચના ઝાડેશ્વર ખાતે એક પ્રાઈવેટ સંસ્થાના કાર્યક્રમમાં ગુજરાતના રાજયપાલ એ.કે.કોહલી આવ્યા હતા. જોકે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલના હેલિકોપ્ટરે જી.એન.એફ.સી. કંપની ખાતે ઉતરાણ કર્યું હતું જેથી બંદોબસ્તના આધારે નર્મદા ચોકડીથી એ.બી.સી.ચોકડી રોડ પર પોલીસ સ્ટાફે રસ્તા પર અવર જવર કરનાર વાહનોને રોક્યા હતા જેથી વાહનોની લાંબી કતાર લાગી હતી, અને ભારે ટ્રાફિક જામનાં દ્રશ્યો જોવા મળ્યા હતા.
જોકે આ ટ્રાફિકમાં સ્કુલથી આવતા જતા વિદ્યાર્થીઓ પણ અટવાયા હતા અને ભર તાપમાં નના ભૂલકાઓ ખૂબ હેરાન પરેશાન થયાં હતાં. જયારે બીજી તરફ જી.એન.એફ.સી. કંપનીના કર્મચારીઓ શિફ્ટ બદલવાનો સમય હોવાથી તેઓ પણ ટ્રાફિકમાં ફરજ પર જતાં અટવાયા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY