આંતરરાષ્ટ્રી મહિલા દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચના જિલ્લાકક્ષાનું મહિલા સંમેલન યોજાયું.

0
86

ભરૂચઃ

મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ ગુજરાત સરકારના સંયુક્‍ત ઉપક્રમે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે ‘‘બેટી બચાવો – બેટી પઢાવો” ના સંકલ્‍પ સાથે ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે જિલ્લાકક્ષાના યોજાયેલા મહિલા સંમેલનમાં રાજ્‍યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્‍યું હતું કે, મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે તે માટે સરકાર સજાગ અને કાર્યશીલ છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, આદરણિય પ્રધાનમંત્રી અને પૂર્વ મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સને ૨૦૦૨ માં મંત્રીમંડળની બેઠકમાં કહ્‍યું હતું કે, વિકાસ કરવો હશે તો આપણે બહેનોમાં જાગૃતિ લાવવી પડશે. મહિલાઓ – દિકરીઓને સારૂ શિક્ષણ મળશે તો જ સમાજ – રાજ્‍ય – દેશની પ્રગતિ થશે ત્‍યારે તેમણે કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમના અમલીકરણ ધ્‍વારા મહિલાઓમાં જાગૃત્તિ લાવવાના સુચારૂ પ્રયાસો હાથ ધર્યા જેના પરિણામો આપ હાલ જોઇ શકો છો.

મહિલાલક્ષી બજેટની પણ અલગથી ફાળવણી કરેલ છે ત્‍યારે મહિલાઓ પણ સશક્‍ત અને નિડર બને, આત્‍મનિર્ભરતા સાથે આગળ વધે તેવો અનુરોધ કર્યો હતો. મહિલાઓએ દેશ-વિદેશ સહિત અનેક ક્ષેત્રોમાં નામ રોશન કરી ગૌરવ અપાવ્‍યું છે તેવા અનેક દાખલા પોતાના વક્‍તવ્‍યમાં આપ્‍યા હતા. આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લાની કેવી રીતે વધારે પ્રગતિ થાય તે માટે રાજ્‍ય સરકાર ચિંતીત હોવાનું જણાવ્‍યું હતું.

સાંસદ મનસુખ વસાવા, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, ભરૂચના ધારાસભ્‍ય દુષ્‍યંત પટેલ, જિલ્લા કલેક્‍ટર સંદિપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રે, નગરપાલિકા પ્રમુખ આર.વી.પટેલ, મીનાબહેન પટેલ, જિલ્લા આગેવાન યોગેશ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, મારૂતિસિંહ અટોદરીયા, નગરપાલિકા તથા જિલ્લા પંચાયતના મહિલા સદસ્‍યો, મહિલા આગેવાનો, સહિત મહિલાઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી હતી.

રાજ્‍યના ઉર્જા મંત્રી સૌરભ પટેલ તેમજ ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે વિશિષ્‍ટ કામગીરી કરનારી મહિલાઓનું આરોગ્‍યક્ષેત્રે શ્રેષ્‍ઠ કામગીરી કરનારી મહિલાઓનું સન્‍માન, રમતગમત ક્ષેત્રે ઉત્‍કૃષ્‍ઠ કામગીરી બદલ માતા યશોદા એવોર્ડ, આશા બહેનોને સાડી વિતરણ સહિત વિવિધ ક્ષેત્રે શ્રેષ્‍ઠ કામગીરી કરનાર મહિલાઓને ચેક વિતરણ, પ્રમાણપત્ર, મોમેન્‍ટો આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત મમતા કાર્ડનું અનાવરણ તથા સ્ત્રી આરોગ્‍ય કાર્યકરોને ટેકો પ્રોજેક્‍ટ અંતર્ગત મોબાઇલ ફોન અર્પણ કરવામાં આવ્‍યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY