રાજ્યપાલે પોતાના પદનો દુરુપયોગ કર્યો : કુમારસ્વામી

0
80

બેંગ્લુરુ,તા.૧૭
રાજકીય ઉલટપલટ બાદ છેવટે બીએસ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદના શપથ લઈ લીધા. તેઓ ત્રીજી વાર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે. પરંતુ બીએસ યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધા બાદ રાજકારણ વધુ ગરમાયુ છે. એક તરફ કોંગ્રેસે શપથહગ્રહણના વિરોધમાં ધરણા શરૂ કરી દીધા છે. તો જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ પણ ભાજપ પર હુમલો કર્યો છે અને લોકતંત્રને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો છે.
એચડી કુમારસ્વામીએ ભાજપ પર હુમલો બોલતા કહ્યુ કે અમારો પ્લાન વિધાયકોને બચાવવાનો છે. ભાજપ અને તેમના મંત્રી વિધાયકોને ખરીદવાની કોશિશ કરી રહ્યા છે અને લોકોને કેન્દ્ર સરકારના વલણ વિશે ખબર હોવી જોઈએ. ભાજપ પાસે બહુમત નથી. કુમારસ્વામીએ આરોપ લગાવ્યો છે કે ગવર્નરે આ કેવુ વર્તન કર્યુ છે? ગવર્નરે પોતાના પદનો દુરુપયોગદ કર્યો છે. કુમારસ્વામીએ કહ્યુ કે તે પોતાના પિતા એચડી દેવગૌડા સાથે વાત કરશે કે તેઓ આગળ આવીને નેતૃત્વ કરે અને બધા વિપક્ષી દળો સાથે વાત કરે, તેઓ દેશને આ બતાવે કે કેવી રીતે ભાજપ લોકતંત્રને બરબાદ કરી રહ્યુ છે. તેમણે કહ્યુ કે બધા વિપક્ષી દળોને ભાજપ સામે દેશહિતમાં એકજૂથ થવુ પડશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY