તેલંગાણાના સીએમ કે. ચંદ્રશેખરરાવની ભવિષ્યવાણી
તેલંગાણા,તા.૧૭
તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખરરાવે કહ્યુ છે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીના પરિણામો પણ કર્ણાટક જેવા જ આવવાના છે. એટલે કે ત્રિશંકુ લોકસભાના ૨૦૧૯માં આસાર છે. ચંદ્રશેખરરાવે કહ્યુ છે કે ૨૦૧૯માં ભાજપ સૌથી મોટો પક્ષ બને તેવી શક્યતા છે. પરંતુ ભાજપને બહુમતી મળવાની નથી.
બુધવારે રાત્રે મીડિયા સાથેની વાતચીતમાં કેસીઆરે કહ્યુ છે કે પ્રાદેશિક પક્ષોના સંભવિત ગઠબંધન ફેડરલ ફ્રન્ટનો સમગ્ર એજન્ડા અને સ્વરૂપ આગામી બે માસમાં સ્પષ્ટ થઈ જશે. ફેડરલ ફ્રન્ટ માટે તેનો એજન્ડા જ મુખ્ય હથિયાર હશે. આ માત્ર રાજકીય ગઠબંધન નથી. પરંતુ આ ગઠબંધન તેનાથી પણ આગળ હશે.
એક વખત એજન્ડાને આખરી ઓફ અપાયા બાદ આની ધમાકેદાર શરૂઆત થશે. કેસીઆરનું કહેવું છે કે ફેડરલ ફ્રન્ટ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી બાદ કેન્દ્રમાં સરકાર બનાવવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે. મહત્વપૂર્ણ છે કે કેસીઆર ઘણાં સમયથી તમામ પ્રાદેશિક પક્ષોને એક મંચ પર લાવીને ફેડરલ ફ્રન્ટ બનાવવાની કોશિશ કરી રહ્યા છે.
તેલંગાણાના મુખ્યપ્રધાને ફેડરલ ફ્રન્ટ મામલે આગળ જણાવ્યુ છે કે ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવ, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી મોટી તાકાત છે. આ સિવાય અન્ય રાજ્યોની આવી મહત્વપૂર્ણ રાજકીય શક્તિઓ ફેડરલ ફ્રન્ટમાં સામેલ થશે. તેમણે કÌš છે કે આ મામલે ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુ સાથે પણ મુલાકાત કરવામાં આવસે. તેમને કેસીઆર દ્વારા ફેડરલ ફ્રન્ટને ટેકો આપવા માટે આગ્રહ કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





