પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે, રૂપિયાની પરિસ્થિતિ દિવસે ન બગડે એટલી રાતે અને રાતે ન બગડે એટલી દિવસે બગડી રહી છે. શેરબજાર દરરોજ મોટા આંચકાઓ સહન કરી રહ્યું છે. ભારતની જનતા ધીમે ધીમે આ બધાથી ટેવાઈ રહી છે. પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહી છે.
દેશના નેતાઓ પાસે જનતાના સવાલના કોઈ જવાબ નથી. મોટા ગજાના નેતાઓ પણ લાળા ચાવી રહ્યા છે. માથે પાંચ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત થઈ છે તો હવે જનતા સમક્ષ જવા માટે કોઈ મુદ્દો તો જાશે જ ને! અને દર વખતની જેમ આ વખતે પણ મુદ્દો કાયમી છે, રામજન્મભૂમિ વિવાદ.
શુક્રવારે વિશ્વ હિન્દુ પરિષદના સંતોએ બોલાવેલી બેઠકમાં રામમંદિર મુદ્દે સરકાર એસસી/એસટી એક્ટની જેમ અધ્યાદેશ લાવે અને રામમંદિરનું નિર્માણ કરે તેવી માગણી કરાઈ છે. હવે ભાજપ કે કોંગ્રેસ આ મુદ્દે સુપ્રીમ કોર્ટનો હવાલો આપી રહી છે અને આખો મામલો કોર્ટમાં હોવાથી કોર્ટનો ચુકાદો આવે પછી જ નિર્ણય લેવામાં આવશે તેમ જણાવી રહી છે. બંનેમાં કોઈ પણ પક્ષ પોતે અધ્યાદેશ લાવશે તેવી જાહેરાત નથી કરી. બંને પક્ષની નીતિ માત્ર રામના નામે મત મેળવવા પૂરતી જ છે. તેમને મંદીર બને કે ન બને તેમાં કોઈ રસ નથી.
આ અગાઉ ૧૯૯૨માં સંતો અને સાધુઓએ બેઠક બોલાવી હતી અને ત્યાર બાદ જ કારસેવા દ્વારા બાબરી ઢાંચાને પાડી દેવામાં આવ્યો હતો. આ વખતે પણ બરાબર એ જ સમય છે. સંતોએ અલ્ટિમેટમ આપી દીધું છે અને ૬ ડિસેમ્બર પહેલાં અધ્યાદેશ સરકાર નહીં લાવે તો કારસેવા શરૂ કરવામાં આવશે તેમ જણાવી દીધું છે.
રામમંદિર મુદ્દે સંતોએ લીધેલા આક્રમક વલણનો ફાયદો સત્તાધારી ભાજપને સો ટકા થઈ રહ્યો છે. રામમંદિર મુદ્દો ભારતીય જનતા માટે આસ્થાનું સ્થાન ધરાવે છે. કોઈ પણ અગત્યના મુદ્દાઓ કરતાં આ મુદ્દો સૌથી સંવેદનશીલ છે. આથી જ રાજકારણીઓ માટે આ મુદ્દો દવાનું કામ કરે છે.
જ્યારે પણ દેશમાં પરિસ્થિતિ ખરાબ હોય, ચારેબાજુ મોંઘવારી, બેરોજગારી, ગરીબી જેવા મુદ્દાઓ ચરમસીમા પર હોય ત્યારે માત્ર રામમંદિર રાગ છેડી દો એટલે જનતા ગેરમાર્ગે દોરાઈ જાય છે.
રામમંદિર એ હિન્દુઓનો આસ્થાનો વિષય છે અને એ બંધાવું જ જાઈએ, પરંતુ દર વખતે રામમંદિરની આડમાં કેટલાય મુદ્દાઓ છુપાઈ જતા હોય છે. આજે યુવકો પાસે કામ નથી ત્યારે રામમંદિર બાંધવાથી તેમને કામ મળશે? પેટ્રોલ-ડીઝલના ભાવ અંકુશમાં આવશે, રૂપિયો અને શેરબજાર પ્રગતિ કરી શકશે? નહીં. રામમંદિર જરૂરી છે, પરંતુ આવા પ્રજાલક્ષી મુદ્દાઓને બાજુએ રાખીને તો બિલકુલ નહીં જ. સાધુ-સંતોની માગ વાજબી છે, તેમની સાથે લોકોની આસ્થા પણ જાડાયેલી છે, પરંતુ એ ચૂંટણી સમયે જ બેઠક બોલાવવા પાછળનું ગણિત શું હોઈ શકે? છેલ્લાં ૨૬ વર્ષમાં રામમંદિર મુદ્દે કેમ કોઈ બેઠક ના બોલાવાઈ? માત્ર ભાજપ સરકાર ચારે તરફથી ભીંસમાં છે ત્યારે જનતાનું ધ્યાન બીજે વાળવાનો આ પ્રયાસ તો નહીં હોયને?
સંતોએ જાકે ભાજપ સરકારને જ અલ્ટિમેટમ આપી દીધું છે, પરંતુ સરકારે તો મુદ્દો કોર્ટમાં છે એમ કહી હાથ ઊંચા કરી દીધા છે, પરંતુ આવનારા સમયમાં આ મુદ્દો ખૂબ જ ગાજશે?
આ મુદ્દો એટલો ચગશે કે દેશમાં જે બીજી સમસ્યાઓ છે તેના પરથી લોકોનું ધ્યાન હટી જશે. થોડા સમયમાં ચૂંટણીઓ પૂરી થઈ જશે અને જેને સત્તા મળવાની છે તેનું કામ થઈ જશે પણ દેશની જનતા સબકા સાથ સબકા વિકાસની રાહ જાતી બેઠી રહેશે અને સાથે સાથે ભગવાન શ્રીરામ પણ પોતાનું મંદિર ક્્યારે બનશે તે માટેની નવી તારીખની રાહ જાતા હશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



