વોશિંગ્ટન,તા.૬
અમેરિકામાં ખૂબ જ જલદી શોપિંગ સિઝન શરૂ થવા જઇ રહી છે. સિટીઝન બેન્કના રિપોર્ટ મુજબ આ સિઝનમાં લોકો સોના-ચાંદીનાં ઘરેણાં અને હીરાજડિત ઘડિયાળની સરખામણીમાં એપલની નવી આઇફોન રેન્જ અને એપલ વોચ વધુ ખરીદશે. અમેરિકી ફર્મ કેસ્સેન્ડ સિકિયોરિટીઝના જણાવ્યા મુજબ શોપિંગ સિઝનને જાતાં ડિસેમ્બર સુધી એક કરોડથી વધુ એપલ વોચનું વેચાણ થશે.
આ દરમિયાન કંપનીના ખાતામાં ૬પ,૦૦૦ કરોડથી વધુ રૂપિયા આવશે. આશ્ચર્યની વાત એ છે કે એપલના વેચાણ પર ગૂગલ અને ફોસિલ જેવી અન્ય સ્માર્ટ વોચ બનાવનારી કંપનીઓની પ્રોડકટનાં વેચાણ પર કોઇ ખાસ અસર નહીં પડે.
અમેરિકામાં શોપિંગ સિઝન દરમિયાન જ્વેલરીની સૌથી વધુ માગ રહેતી હોય છે, પરંતુ એપલની નવી પ્રોડક્ટની તેના વેચાણ પર અસર પડી શકે છે. અમેરિકી કન્સલ્ટિગ ફર્મ ડેલોયના ડેનિયલ બેકમેનના જણાવ્યા મુજબ આ સિઝનમાં રિટેલ વેચાણમાં પાંચ ટકાથી પ.૬ ટકા અને ઓનલાઇન શોપિંગમાં ૧૭ ટકાથી રર ટકાનો વધારો થશે.
નવા શોપિંગ ટ્રેન્ડની વાત કરીએ તો પ૦ ટકાથી વધુ નવા યુવા ગ્રાહકોનો રસ એવી ગિફટ તરફ વધ્યો છે, જે તેમને નવો અનુભવ આપે છે. હીરાજડિત ઘડિયાળ કે અંગૂઠીને તમે કદાચ પહેરો અથવા તમારા કલેક્શનમાં રાખી શકો, પરંતુ આઇફોન કે વોચથી તમને રોજ એક નવો અનુભવ થશે.
સ્વિટ્ઝર્લેન્ડની તમામ કંપનીઓએ દુનિયાભરમાં ૭૮ લાખ ઘડિયાળ વેચી છે. એપલે આ દરમિયાન ૧ર લાખ વધુ ઘડિયાળ વેચી. હાલમાં એપલનાં આઇફોન અને વોચની સાથે પણ એ ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જે ૧૯પ૦ અને ૧૯૬૦ના દાયકામાં કાર સાથે હતો. આ દરમિયાન ગ્રાહકો દર વર્ષે ગાડીઓ બદલતા હતા. હવે આઇફોન રેન્જ સાથે તે ટ્રેન્ડ જાવા મળી રહ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



