રામપુર,તા.૨૦
સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન રામપુરમાં એક જાહેરસભાને સંબોધતા ભાવુક થઈ ગયા હતા. સ્થાનિક તંત્ર અને મળતિયાઓ તેમના સમર્થકો પર અત્યાચાર કરી રહ્યા હોવાનો આક્ષેપ કરતા તેઓ રેલીમાં રીતસરના રડી પડ્યા હતા. સપાના નેતાએ જણાવ્યું કે, ‘હું દેશદ્રોહી અથવા ગદ્દાર હોઉં તેવો વ્યવહાર મારી સાથે કરવામાં આવે છે. હું દુનિયાનો સૌથી મોટો આતંકવાદી છું એવી રીતે મારી સાથે વર્તન કરવામાં આવે છે. જા તેમની પાસે અધિકાર હોત તો મને ખુલ્લેઆમ ગોળી મારી દીધી હોત.’
આઝમ ખાને જણાવ્યું હતું કે ‘ચૂંટણી અગાઉ મારી ઉપર ચૂંટણી પંચે ત્રણ દિવસનો પ્રતિબંધ લાદ્યો તે દર્શાવે છે કે આ લોકો શું કરવા માગે છે. પ્રતિબંધ દરમિયાન હું કિયાય બહાર નીકળી શકું નહીં, કોઈને મળી શકું નહીં, રેલી યોજી અને સંબોધન પણ કરી શકું નહીં.’
રામપુરને એક છાવણીમાં ફેરવી નાખવામાં આવ્યું છે. આ તે કેવી લોકશાહી છે, રામપુરમાં તંત્રએ ડરનું વાતાવરણ ઊભું કર્યું છે. મારા ચાહકો અને મારા ઝંડા ઉઠાવનારા લોકોના ઘરના તાળા તોડવામાં આવ્યા અને તેમની ઘરની મહિલાઓને કનડગત કરાઈ તેમ આઝમ ખાને રામપુરમાં જાહેરસભામાં જણાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



