વાશિંગ્ટન,તા.૨૦
ભારતીય મૂળના ન્યુરોલોજિસ્ટ અનિલ પ્રસાદ (૬૨)ને અમેરિકામાં એક દાયકાથી વધુ સમય સુધી ગેરકાયદે રીતે નિયંત્રિત દવાઓના વિતરણ બદલ તેમજ હેલ્થકેર ફ્રોડના આક્ષેપસર દોષિત ઠેરવવામાં આવ્યા છે. લ્યુઈસિયાનાના ભારતીય મૂળના તબીબ અનિલ પ્રસાદને પોતાના વ્યવસાયથી અલગ ગેરકાયદે રીતે પ્રતિબંધિત પદાર્થ પ્રિસ્ક્રાઈબ કરવા માટે એક કાઉન્ટ તેમજ હેલ્થકેર કૌભાંડનું ષડયંત્ર રચવા એક કાઉન્ટ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હોવાનું યુએસ એટર્ની પીટર સ્ટ્રાસરે જણાવ્યું હતું.
કોર્ટના દસ્તાવેજા મુજબ નવેમ્બર ૨૦૦૬થી જુલાઈ ૨૦૧૮ વચ્ચે પ્રસાદ સિયાડેલમાં એક કિલનિકમાં ફરજ બજાવી રહ્યા હતા. તેમના કાર્યકાળમાં તેમણે દર્દીને તપાસ્યા વગર અને તેમની જરૂરિયાતને જાણ્યા વગર નિયંત્રિત પદાર્થો લખી આપ્યા હતા જેમાં ઓકિસકોડોન અને હાઇડ્રોકોડોનનો સમાવેશ થાય છે. અનિલ પ્રસાદ જ્યારે બહાર ગયા હોય ત્યારે કિલનિકમાં હાજર નર્સ અગાઉથી લખેલા પ્રીસ્ક્રિપ્શન દર્દીને આપતા હોવાથી તેમનો પણ સહ આરોપી બનાવાયા છે. જા કે તેમના નામ જાહેર નથી કરાયા. કોર્ટ અનિલ પ્રસાદને વધુમાં વધુ ૩૦ વર્ષ જેલની સજા તેમજ ૧૨.૫ લાખ યુએસ ડોલરનો દંડ ફટકારી શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



