એટીએમ કેશ વાનમાંથી રૂ.૧.૨ કરોડની ચોરીઃ ચારની ધરપકડ

0
9

એટીએમમાં પૈસા લોડ કર્યા બાદ વાહનને અકસ્માત નડ્યો હતો
રામનાથપુર,તા.૨૧
દિલધડક થ્રીલર ફિલ્મને ટક્કર મારે તેવી એક ચોરીની ઘટના સામે આવી છે. તમિલનાડુના રામનાથપુરમાં એક એટીએમ કેશ વાનના ચાર કર્મચારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ઘટનાની વિગતો મુજબ કેશ વાનના કર્મચારીઓ ૧.૬૦ કરોડની કેશ લઈને એટીએમમાં રીફિલિંગ માટે નિકળ્યા હતા. જા કે એક એટીએમમાં પૈસા લોડ કર્યા બાદ વાહનને અકસ્માત નડ્યો હતો. પોલીસે આ ચારેય કર્મચારીઓની આકરી પૂછપરછ કરી હતી. કર્મચારીઓની સ્ટોરી કોઈ થ્રીલર ફિલ્મને પણ ટક્કર મારે તેવી હતી.
એટીએમમાં નાણાં લોડ કરતી કંપનીના ચાર અધિકારીઓએ પોલીસમાં એવી ફરિયાદ કરી હતી કે તેમની ગાડીને અકસ્માત થયા બાદ કોઈ અજાણ્યા વ્યક્તિએ રૂ. ૧.૨ કરોડ રૂપિયા લૂંટી લીધા હતા. વાનામાં કુલ રૂ. ૧.૬ કરોડની કેશ હતી પરંતુ એક એટીએમમાં રૂ. ૪૦ લાખ લોડ કર્યા બાદ રૂ. ૧.૨ કરોડ ગાડીમાં હતા. જા કે મલાતારુ નજીક કાર પલટી મારી ગઈ હતી અને પરિણામે ગાડીમાં રહેલા બાકીના નાણાં કોઈ અજાણી વ્યક્તિ ચોરી ગઈ હતી.
પોલીસને આ વાત ગળે ઉતરતી ન હતી. જેથી તેમણે ચારયે અધિકારીઓની કડક પૂછપરછ કરતા તેઓએ જ પૈસા ચોરી કર્યા હોવાનું સ્વીકાર્યું હતું. પોલીસે ચારેયની ધરપકડ કરીને તેમની પાસેથી અત્યાર સુધીમાં ૩૨ લાખ રૂપિયા પરત મેળવી લીધા છે. પોલીના મતે બાકીની રકમ મેળવવા માટે પ્રયાસ ચાલુ છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY