માયાવતી ધ્યાન રાખજો આઝમ ખાન તમને ક્યાં ક્યાં નજર નાંખીને જાશે : જયા પ્રદા

0
13

રામપુર,તા.૨૦
યુપીના રામપુર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર જયા પ્રદાએ બીએસપીના સુપ્રિમો માયાવતીને આઝમ ખાનથી દૂર રહેવાની સલાહ આપી છે. જયા પ્રદાએ કહ્યુ હતું કે, “આઝમ ખાન કે જેણે મારા કપડા પર ટિપ્પણી કરી છે તે મને ખબર નથી કે તે તમારી (માયાવતી) પર કિયા કિયા નજર નાખીને જાશે.
જયા પ્રદાએ કહ્યુ, ‘આઝમ ખાન સાહેબ મારા પર ટિપ્પણી કરે છે. મારા પોર્ન ફોટો ફેરવવા માટે તૈયાર છે, તો માયાવતીને વિચારપૂર્વક પ્રોત્સાહન આપવું જોઈએ. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા આઝમ ખાને જયા પ્રદાના કપડાં વિશે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું.
વિવાદિત નિવેદન આપતા આઝમ ખાન વિરૂદ્ધ ચૂંટણી પંચે કરેલી કાર્યવાહી બાદ જયા પ્રદાએ પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યું કે, આઝમ ખાને જે મારા અંગે ટિપ્પણી કરી તેની સજા ચૂંટણી પંચે આપી છે. આ પહેલા સોમવારે જયા પ્રદાએ જણાવ્યુ હતુ કે, આઝમ ખાને તમામ હદ પાર કરી છે.
આઝમ ખાને મારૂ નહીં પણ તમામ મહિલાઓનું પણ અપમાન કર્યુ છે. તેમણે કહ્યુ કે, હું અખિલેશ યાદવને નાનો ભાઈ માનું છે પરંતુ આઝમ ખાન જ્યારે વિવાદિત ટિપ્પણી કરી રહ્યા હતા ત્યારે અખિલેશ યાદવે પણ તેમને રોકિયા નહોતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY