વાશિંગ્ટન,તા.૨૦
અમેરિકામાં રોબર્ટ મૂલરનો રિપોર્ટ આવ્યા બાદ અમેરિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિપક્ષી ડેમોક્રેટ્સ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિરૂદ્ધ આક્રમક થઇ ગયું છે. જો કે આ રિપોર્ટ હજુ સાર્વજનિક થયો નથી. પરંતુ અમેરિકાના રાજકારણમાં કોહરામ મચી ગયો છે. ખાસ વાત એ છે કે આ રિપોર્ટ હાઉસ જ્યુડિશિયરી કમિટીનો એવા સમયે રિપોર્ટ આવ્યો છે જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી માથા પર છે. પક્ષ અને વિપક્ષ બંને ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. એવામાં આ રિપોર્ટ ખૂબ જ અગત્યનો હશે.
રિપોર્ટ સોંપ્યા બાદ રાષ્ટ્રપતિ ઉમેદવાર અને ડેમોક્રેટ સેનેટર એલિઝાબેથ વારેને શુક્રવારના રોજ ટ્રમ્પ પર પ્રહારો તેજ કરી દીધા છે. વારેને કહ્યુ કે હવે સમય આવી ગયો છે કે રાષ્ટ્રપતિની વિરૂદ્ધ મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવી જોઇએ. મહાભિયોગની વકાલત કરનાર ટોમ સ્ટેયરે કહ્યુ કે આ આખા કેસની સુનવણી ટેલિવિઝન પર થવી જાઇએ. જેથી કરીને સામાન્ય અમેરિકન પણ તેને જોઇ શકે. વિપક્ષે અમેરિકન અટાર્ની જનરલ પર આરોપ મૂકયો છે કે તપાસ રિપોર્ટ જાહેર કરતાં પહેલાં જ ખૂબ સુનિયોજીત રીતે રાષ્ટ્રપતિ ટ્રમ્પના પક્ષમાં મીડિયા અભિયાન ચલાવી રહ્યાં છે. જેથી કરીને તેમના પક્ષમાં માહોલ બનાવી શકાય.
ટામે ગૃહમાં ચાલતી તપાસને ખૂબ જ ધીમી ગણાવી છે. તેમણે તેના પર પોતાની ચિંતા વ્યકત કરી છે. બીજીબાજુ આ રિપોર્ટ બાજ હાઉસ જ્યુડિશિયરી કમિટીના અધ્યક્ષે શુક્રવારના રોજ એક પત્રમાં રજૂ કર્યું છે. આ બધાની વચ્ચે હાઉસના સ્પીકર નૈંસી પેલોસી એ ટ્રમ્પની વિરૂદ્ધ મહાભિયોગની ના પાડી દીધી છે. તેમણે કહ્યુ કે રિપબ્લીકન સમર્થનની વગર મહાભિયોગ ચલાવી શકાય નહીં. પેલોસીએ વિપક્ષને વિશ્વાસ અપાવ્યો કે ટ્રમ્પ પ્રશાસનની નજર વ્યવસ્થિત અને તબક્કાવાર રીતે ચાલી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



