રામપુર,તા.૧૩
ઉત્તર પ્રદેશના રામપુરથી ભાજપના ઉમેદવાર જયા પ્રદાએ સપા નેતા આઝમ ખાનને આડે હાથે લીધા. રામપુરમાં આયોજિત એક જનસભામાં જયા પ્રદાએ જણાવ્યુ હતુ કે આઝમ ખાનને મે મારા ભાઈ કહ્યા. પરંતુ તેમણે બહેનના નામે મને માત્ર બદદુઆ આપી. આઝમ ખાને હમેશા મારૂ અપમાન કર્યુ. આઝમ ખાને મારા પર હુમલો પણ કરાવ્યો પરંતુ આ હુમલામાં મારો બચાવ થયો.
જયાએ વધુમાં કહ્યું કે રામપુરમાં મારી અશ્લીલ તસ્વીર લોકોને આપવામાં આવી રહી છે. તેમ છતા સપાના નેતા વિરૂદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. ગત દિવસે આઝમ ખાને જણાવ્યુ હતુ કે મારી દુશ્મન ઘણા શકિતશાળી છે. સત્તા હાંસલ કરવા માટે મારી વિરૂદ્ધ ષડ્યંત્ર રચવામાં આવી રહ્યું છે. રામપુરની જનતા માટે ૧૮ ટકા કામ કરીએ છીએ તેમ છતા અમારી વિરૂદ્ધ ભાજપ દ્વારા દુષપ્રચાર કરવામાં આવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




