નિષ્ફળતાએ મને ઘણું શીખવ્યું છે: રણબીર કપૂર

0
16

મુંબઈ,તા.૨૧
ટોચના અભિનેતા રણબીર કપૂરે કહ્યુ હતું કે હું મારી નિષ્ફળતામાંથીજ વધુ શીખ્યો છું. સફળતા કોઇને કશું શીખવતી નથી. આવતા સપ્તાહે એની સંજુ ફિલ્મ રજૂ થવા જઇ રહી છે. આ ફિલ્મ વિધુ વિનોદ ચોપરા અને રાજકુમાર હીરાણીનું સર્જન છે. સિનિયર અભિનેતા સંજય દત્તની આ બાયો ફિલ્મ માટે રણબીર કપૂરે પણ દંગલના આમિર ખાનની જેમ જરૃર પડી ત્યારે વજન વધાર્યું હતું અને ત્યારબાદ ઘટાડયું હતું. જરૃર પડી ત્યારે સખ્ખત વર્ક આઉટ કરીને બાવડાં બનાવ્યાં હતાં. હાલ રણબીર કપૂર કરણ જાહરની ટ્રિલોજીની પહેલી કડી બ્રહ્માસ્ત્રમાં આલિયા ભટ્ટ અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે ચમકી રહ્યો છે.
આ ફિલ્મનું પહેલું શિડયુલ બલ્ગેરિયામાં થયુ હતું. હાલ એનું બીજું શિડયુલ મુંબઇમાં ચાલી રહ્યુ છે. આ ઉપરાંત ૨૪મીએ બેંગકોકમાં શરૃ થઇ રહેલા આઇફા એવોર્ડ સમારોહનું એન્કરિંગ પણ રણબીર કપૂર કરવાનો છે. રણબીરે કહ્યુ કે હું દર વખતે મારી નિષ્ફળતામાંથી પાઠ શીખતો રહ્યો છું. જ્યારે સહેજ માટે નિષ્ફળ થતો બચી જાઉં ત્યારે મારી જાતને કહું છું કે દેખો બચ ગયે…

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY