કોઇને પ્રેમ થઇ જાય એ દુનિયાનો સૌથી સારો અહેસાસ છે: રણબીર કપૂર

0
10

મુંબઈ,તા.૨૧
ઘણી વખત તમે સાંભળ્યું હશે કે પ્રેમમાં વ્યકિત બધું જ ભૂલી જાય છે અને જાકે અત્યારે આ લાઇન બોલિવુડના એક્ટર રણબીર કપૂર માટે એકદમ પરફેક્ટ છે. તાજેતરમાં જ રણબીર કપૂરે આ વાતનો સ્વીકાર કરતા કહ્યુ કે, આલિયાની સાથે તેનો સંબંધ ખાસ છે. આ વચ્ચે રણબીરે એક ઇન્ટરવ્યુ દરમિયાન ખાસ વાત કહી જેને સાંભળીને તમે પણ ચોંકી જશો.
રણબીરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કર્યો કે, ”કોઇને પ્રેમ થઇ જાય એ દુનિયાનો સૌથી સારો અહેસાસ છે. જ્યારે તમે પ્રેમમાં હોવ ત્યારે બધું જ સારું લાગે છે, ત્યાં સુધી કે પાણી પણ શરબત જેવું લાગે છે. ખરાં અર્થે પ્રેમ કરીને હું એક સારો વ્યકિત બન્યો છું. પ્રેમ તમારી જિંદગીને વધારે સુંદર બનાવી દે છે.”
આલિયા ભટ્ટ માટે રણબીર કપૂરે ઘણી વખત વાત કરી છે, જેના પરથી લાગી રÌš છે કે આગામી સમયમાં આ બંને લગ્નનાં બંધનમાં જાડાઇ શકે છે. જાકે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, આ લવબર્ડ ૨૦૨૦માં લગ્ન કરી શકે છે.
બોલિવુડની એક્ટ્રેસ સોનમ કપૂર અને આનંદ આહૂજાની રિસેપ્શન પાર્ટીમાં આ બંને એકસાથે હાથમાં હાથ નાખીને જાવા મળ્યા હતા, ત્યારથી સોશ્યલ મીડિયા પર આ બંને અફેરની ચર્ચા ચાલી રહી છે. જાકે રણબીરે પોતાની અપકમિંગ ફિલ્મ ‘સંજૂ’ના પ્રમોશન દરમિયાન એક ઇન્ટરવ્યૂમાં આલિયા સાથેના રિલેશનશિપને લઇને પણ વાત કરી હતી.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY