ઝારખંડમાં પણ મહાગઠબંધન : JMM-JVM કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડશે

0
7

રાંચી,તા.૧૭
બિહાર બાદ હવે ઝારખંડમાં પણ મહાગઠબંધનની જાહેરાત થઇ ગઇ છે. ઝારખંડ મુકિત મોરચાના કાર્યકારી અધ્યક્ષ અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી હેમંત સોરેને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા હતા. આ મુલાકાત બાદ તેમણે એવો દાવો કર્યો છે કે, રાજ્યમાં આગામી લોકસભા ચૂંટણી માટે ઔપચારિક રીતે મહાગઠબંધનને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ સોરેને ટ્‌વીટ કરીને આ દાવો કર્યો હતો.
સોરેને જણાવ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા હતા. મુલાકાત હકારાત્મક રહી અને તમામ મુદ્દાઓ પર પરસ્પર સહમતિ સાધવામાં આવી છે, ત્યારબાદ ઝારખંડ વિકાસ મોરચાના અધ્યક્ષ બાબુલાલ મરાંડીએ પણ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરીને ગઠબંધન અંગે પોતાની મંજૂરીની મહોરા મારી દીધી હતી. શનિવારે મોડી સાંજે લગભગ તમામ દળોની હાજરીમાં સંયુક્ત રીતે જાહેરાત કરવામાં આવી કે બેઠક વહેંચણીને લઇને પરસ્પર સહમતિ સાધવામાં આવી છે.
અગાઉ કોંગ્રેસના ઝારખંડના પ્રભારી આરપીએન સિંહ, ઝામુમોના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેન, ઝાવિમો અધ્યક્ષ બાબુ લાલ મરાંડીએ શનિવારે દિલ્હીમાં મહાગઠબંધન અંગે સાથે મળીને ચર્ચા કરી હતી. ઝામુમોએ જણાવ્યું હતું કે, જે રીતે નક્કી થયું હતું, લોકસભા ચૂંટણીમાં મહાગંઠનનું નેતૃત્વ કોંગ્રેસ કરશે અને વિધાનસભાની ચૂંટણીનું નેતૃત્વ ઝામુમોના કાર્યકારી અધ્યક્ષ હેમન્ત સોરેન કરશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY