ઝારખંડ વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડીશું અને જીતીશું : જેડીયુ

0
5

રાંચી,તા.૫
ઝારખંડ JDU ના નવા અધ્યક્ષ સાલખન મુર્મૂએ આગામી વિધાનસભા
ચૂંટણી પહેલા જ મહત્વની જાહેરાત કરી છે. જમશેદપુરમાં આયોજીત એક કાર્યક્રમમાં તેમણે દાવો કર્યો હતો કે, વિધાનસભા ચૂંટણીમાં ૮૧ બેઠકો માટે એકલા હાથે જ ચૂંટણી લડીને જીતી બતાવશે.
ઉલ્લેખનીય છે કે, મોદી કેબિનેટમાં સામેલ ન થવું અને ત્યારપછી બિહારના મંત્રી મંડળમાં ભાજપાને સ્થાન ન આપીને JDU એ પોતાના ઇરાદા જાહેર કરી જ દીધા હતા, પરંતુ ઝારખંડમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાતJDU અને ભાજપા વચ્ચે રાજકીય મતભેદોનો ખુલાસો કર્યો છે.
બીજી તરફJDU ની જાહેરાત પછી ભાજપાએ પ્રતિક્રિયા આપતા વાંધો ઉઠાવ્યો છે. ભાજપાનું માનવું છે કે, પાર્ટી ગઢબંધન ધર્મનું સંપર્ણ રીતે પાલન કરે છે. બહુમતી આવતા પણ પોતાના સહયોગીઓને સન્માન આપે છે. ભાજપાએ આ દરમિયાન સહયોગી દળોના નેતાઓ આ પ્રકારના નિવેદનોથી દુર રહેવાની સલાહ આપી હતી.
નોંધનીય છે કે, વિધાનસભા ચૂંટણી દરમિયાન દેશમાં રાજકીય સમીકરણો બદલાશે, કારણ કે ઝારખંડ જેડીયૂ અધ્યક્ષનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યાં બિહારમાં જેડીયૂના નેતા અને બિહારના મુખ્યમંત્રી વિપક્ષ દળોની ઇફ્તાર પાર્ટીમાં એકસાથે જોડાયા હતા. આ દરમિયાન સહયોગી પાર્ટી ભાજપા સાથે તેમના સંબંધોમાં મતભેદ જણાયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY