રાંચી,તા.૧૬
ઝારખંડમાં નક્સલીઓએ મોડી રાતે ધનબાદ-ગયા રેલવે લાઈન પર ચૌધરીબાંધ અને ચિંગડો રેલવે સ્ટેશનની વચ્ચેનો રેલવે ટ્રેક શક્તિશાળી વિસ્ફોટકથી ઉડાવી દેતાં હાહાકાર મચી ગયો છે. રેલવે ટ્રેક ઉડાવી દેતાં દિલ્હી-ગયા-હાવડા રેલવે લાઈન પર ટ્રેનની અવરજવર ખોરંભાઈ ગઈ છે.
મોડી રાતથી જ આ રૂટ પરની તમામ ટ્રેન ડાઈવર્ટ કરવાની ફરજ પડી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નક્સલીઓએ બે શક્તિશાળી કેન બોમ્બ લગાવીને ટ્રેક ઉડાવી દીધો હતો. ધનબાદ-ગયા-દિલ્હી રૂટ પરની તમામ ટ્રેન જે સ્થળે હોય ત્યાં જ રોકી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે નક્સલીઓએ ૧૬ અને ૧૭ ઓક્ટોબરના રોજ બિહાર-ઝારખંડ બંધનું એલાન આપ્યું છે. માઓવાદીઓ આઈપીએસ અમરજિત બલિહારની હત્યાના કેસમાં દોષી જાહેર થયેલા બે નક્સલીઓની ફાંસીની સજાનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.
જીસી સેક્શનની અપ અને ડાઉન બંને લાઈન પર રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. હજારીબાગ અને પારસનાથ વચ્ચે આવેલા ચેરો સ્ટેશનના ચૌધરીબાંધ નજીક આ ઘટના બની છે. રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર અગમચેતીનાં પગલાં ભરીને આ રૂટની તમામ ટ્રેન રોકી દેવામાં આવી છે અને કેટલીક ટ્રેનને ડાઈવર્ટ કરી દેવામાં આવી છે.
ગંગા દામોદર, કાલકા એક્સપ્રેસ ટ્રેન સહિતની લગભગ અડધો ડઝન ટ્રેન જે સ્થળે હોય ત્યાં જ રોકી દેવામાં આવી છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) અને ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.
ધનબાદ રેલ ડિવિઝનના ચૌધરીબાંધ અને ચિંગડો રેલવે હોલ્ટ વચ્ચે પોલ નંબર ૩ર૬/૧૮ પાસે નક્સલીઓએ રેલવે ટ્રેકને ઉડાવી દીધો છે. રેલવે કર્મચારીઓએ વહેલી સવારના ચાર વાગ્યાની આસપાસ રેલવે ટ્રેક રિપેર કરી દીધો હતો, પરંતુ હજુ આગળ ટ્રેક પર નક્સલીઓએ વિસ્ફોટકો મૂક્્યા હોવાની આશંકાથી રેલ વ્યવહાર શરૂ કરાયો નથી. ચંબલ એક્સપ્રેસને દીનદયાલ ઉપાધ્યાય જંકશન (મુગલસરાય)થી પટણા થઈને મોકલવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



