ન્યુ દિલ્હી,તા.૧૬
મી ટુ અભિયાનના કારણે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ ફિરોઝ ખાનને રાજીનામુ આપવુ પડ્યુ છે.અધ્યક્ષ પદેથી તેમનુ રાજીનામુ રાહુલ ગાંધીએ મંજૂર પણ કીર લીધુ છે.
ફિરોઝ પર છત્તીસગઢની એક કોંગ્રેસી કાર્યકરના જાતીય શોષણનો આરોપ લાગ્યો હતો.પાર્ટીની આંતરિક કમિટિ દ્વારા તેની તપાસ પણ કરવામાં આવી હતી.
ગુંજા કપૂર દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આ અંગે જાણકારી આપતો એક પત્ર પણ લખવામાં આવ્યો હતો.જેમાં ફિરોઝ ખાનની સાથે સાથે સોશ્યલ મીડિયા ટીમના સભ્ય ચિરાગ પટનાયક પર પણ આરોપો મુકવામાં આવ્યા હતા.
આ મામલો પહેલા તો જુન મહિનામાં ઉજાગર થયો હતો.જાકે હવે જ્યારે મી ટુ કેમ્પેઈન ચાલી રહ્યુ છે અને રાહુલ ગાંધી પોતે જાતીય શોષણનો શિકાર બનેલી મહિલાઓના સમર્થનમાં નિવેદન આપી ચુક્્યા છે ત્યારે ફિરોઝ ખાનને વિદાય કર્યા સીવાય બીજા કોઈ વિકલ્પ કોંગ્રેસ પાસે એમ પણ નહોતો તેવુ રાજકીય સમિક્ષકોનુ માનવુ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




