રાંદેર ઝઘડીયા ચોકડી પાસેના પ્લોટ પરના દબાણો ખસેડાયા

0
7

સુરત, તા.૨૭
સુરત મહાનગરપાલિકાનાં પિમ ઝોન રાંદેર દ્વારા તા.૨૬-૧૦-૨૦૧૮ના રોજ પિમ ઝોન રાંદેર વિસ્તારમાં આવેલ ટી.પી. સ્કીમ નં.૨૯ રાંદેરમાં ઝઘડીયા ચોકડી પાસે સુરત મહાનગરપાલિકાના રીઝર્વેશન પ્લોટ ફા. પ્લોટ નં.૧૦૮ (પબ્લિક યુટિલીટી) અને ૧૦૯ (લોકલ કોમર્શિયલ) ફાળવાયેલ છે. સદર રીઝર્વેશન પ્લોટમાં વર્ષો જૂના ફેબ્રિકેશન શેડ, કંપાઉન્ડ વોલ વગેરેના બાંધકામ આવેલ હતા. સુરત મહાનગરપાલિકાની કોઈપણ પ્રકારની પરવાનગી કે મંજૂરી વિના ગેરકાયદેસર રીતે રીઝવર્ડ પ્લોટ પર ઘણાં લાંબા સમયથી કબજા કરી વપરાશ ચાલુ રાખેલ. આજરોજ પિમ ઝોન રાંદેરના શહેર વિકાસના તથા દબાણ ખાતાના સ્ટાફ દ્વારા સદર બંને રીઝર્વેશન પ્લોટ પરના કાચા-પાકા કોમર્શિયલ બાંધકામો ડીમોલીશનો કરી ખુલ્લા કરવામાં આવેલ અને આશરે ૬૫૦૦.૦૦ ચો.ફુટ જેટલુ બાંધકામ દૂર કરવામાં આવેલ તથા ૨૩૦૦૦.૦૦ ચો.ફુટ જેટલો રીઝર્વેશન પ્લોટ વિસ્તાર ખુલ્લો કરી કબજા લેવામાં આવેલ.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY