સુરત, તા.૨૭
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મતિથિ ૩૧મી અોક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનું ભારત સરકાર દ્વારા નક્કી થયેલ છે. જે અંતર્ગત સુરત મહાનગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર, સુરત શહેર પોલીસ અને સુરત ગ્રામ્ય પોલીસના સંયુક્ત ઉપક્રમે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૩મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે તા.૩૧-૧૦-૨૦૧૮ને બુધવારના રોજ સવારે ૭.૩૦ કલાકે સ્વર્ણિમ સર્કલ, ફાલસાવાડી જંકશન, રિંગરોડથી દિલ્હીગેટ થઈ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, રેલવે સ્ટેશન સુધી રન ફોર યુનિટી તથા સવારે ૮.૦૦ કલાકે સુરત રેલવે સ્ટેશન સામે સરદાર વલ્લભભાઈ પટેલને સુતરાંજલી અને વંદના બાદ રાષ્ટ્રીય એકતા શપથનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઅો, સાંસદો, ધારાસભ્યો, મ્યુનિ. સભ્યો, સુત શહેર પોલીસ જવાનો, વોચ એન્ડ વોર્ડના સિક્યુરિટી અને ફાયરના જવાનો, ૧૨ થી વધુ વયના વિદ્યાર્થીઅો તથા નગરજનો જાડાશે.
પ્રખર રાષ્ટÿભક્ત અને પ્રજા વત્સલ રાજપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલનું દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને દેશની એકતા અખંડિતતામાં અમૂલ્ય યોગદાન રહ્નાં છે. ભારત રત્નથી સન્માનિત ગુજરાતના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલને આદરાંજલી આપવા યોજાનાર રન ફોર યુનિટી સુતરાંજલી સહ વંદના તેમજ રાષ્ટ્રીય એકતા શપથ કાર્યક્રમમાં સહભાગી થવા જાહેર જનતાને નિમંત્રણ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





