ભાવનગર:
અનિડા ગામે રહેતા પ્રવીણભાઇ છગનભાઇ વાઘેલાના પુત્ર વિજયના લગ્ન 6 માર્ચના રોજ યોજાયા હતા. સવારે અનીડા ગામેથી જાન ટાટમ ગામે ટ્રકમાં જઇ રહી હતી ત્યારે બોટાદના રંઘોળા નજીક ઓવરટ્રેક કરવા જતા ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને પુલ નીચે ટ્રક ખાબક્યો હતો. જેમાં ઘટનાસ્થળે જ વરરાજાના માતા-પિતા સહિત 31ના મોત નીપજ્યા હતા અને 45થી વધુ જાનૈયાઓ ઇજાગ્રસ્ત થયા થયા હતા. જેમાં વધુ ચાર જાનૈયાના સારવાર દરમિયાન મોત નીપજતા આંકડો 35 પર પહોંચ્યો હતો. આ ટ્રક ડ્રાઇવરને આજે પોલીસે ઝડપી પાડ્યો છે. ડ્રાઇવરે આપઘાત કરી લીધાની વાત પણ સોશિયલ મીડિયામાં વહેતી થઇ હતી.
ડ્રાઇવર પાસે ડ્રાઈવીંગ લાયસન્સ ન હોવાની વાત. આર.ટી.ઓ.ના જણાવ્યા અનુસાર ટ્રકનો છેલ્લા ત્રણ વર્ષથી ટેક્ષ પણ ભરાયો ન હતો.
ટ્રક ડ્રાઇવર નીતિન લાલજીભાઇ વાઘેલા વરરાજા વિજયના કૌટુંબિક ભાઇ જ થતો હતો. આ ઇસમને બરાબર ટ્રક ચાલવતા આવડતી ન હતી છતા ટ્રક ચલાવવાની જીદે ચઢ્યો હતો જેથી આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ટ્રક ડ્રાઇવર બચી ગયો હતો અને નજીકમાં પડેલ કોઈની મોટરસાઇકલ લઈને ફરાર થયો હતો. પરંતું આજે પોલીસે તેને મહુવાથી ૧૫ કિમી. દુર આવેલ કુંઢડી ગામેથી ઝડપી પાડ્યો છે. ટ્રક ભોળાદ ગામના પરેશ આહિરનો હતો. સંબંધના નામે ડિઝલ પૂરાવી લઇ આવ્યો હતો. જોકે સમગ્ર ઘટનાને ધ્યાને લઇ પોલીસે ટ્રક ડ્રાયવરની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"