સુરત, તા.૭
અઠવાલાઈન્સ જિલ્લા સેવાસદન માટે ખાતે આવેલા એક વેપારીની દુકાનમાંથી કેમેરાની ખરીદી કરી પાછળથી ૩૪,૫૦૦/- નહીં ચૂકવી આરોપી વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયો હોવાનો બનાવ ઉમરા પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અડાજણ ગંગેશ્વર મહાદેવના મંદિર પાછળ આવેલ પ્રવેશ રો હાઉસમાં કેકીન ઝવેરી રહે છે તેઓને એકે કેમેરાની દુકાન અઠવાલાઈન્સ જિલ્લા સેવાસદનની સામે આવેલી છે. આરોપી રોહન ખન્ના નામના ઈસમે તેમની કેમેરાની દુકાનમાંથી ૩૪,૫૦૦/-ની કિંમતનો કેમેરા ખરીધ્યો હતો, પરંતુ આજદિન સુધી નાણા નહીં ચૂકતે કરી વેપારી સાથે વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયો હતો. ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




