
મુંબઈ,તા.૫
બોલીવુડ એક્ટસ રણવીર સિંહ હાલ પોતાની ફિલ્મ સિમ્બાના શુટિંગમાં વ્યસ્ત છે. રણવીર સિંહ અવારનવાર પોતાના કૂલ અંદાજ અને એનર્જીપેક પર્ફોર્મન્સ માટે જાણીતો છે. તેને ક્યારેક ગુસ્સામાં જોવામાં નથી આવ્યો. પરંતુ તાજેતરમાં જ કંઇક અવું થયું કે રણવીર ગુસ્સામાં જોવા મળ્યો. હકીકતમાં રણવીર સિંહ પર નિશાન સાધતાં આ શખ્સે એક વિડિયો શેર કર્યો છે અને સાથે જ રણવીર સિંહ પર આરોપ લગાવ્યો છે કે તેણે તેના પરિવાર સામે અસભ્ય ભાષાનો પ્રયોગ કર્યો. જો કે આ વિડિયોમાં રણવીર સિંહનો અવાજ ક્લિયર સાંભળી શકાતો નથી અને તે સમજી શકાતું નથી કે તે શું કહી રહ્યો છે.
પરંતુ તે વાત ચોક્કસ છે કે પહેલીવાર રણવીરને જાહેરમાં ગુસ્સે ભરાયો છે. આવું પહેલીવાર નથી બન્યું કે કોઇ સ્ટાર રસ્તા પર સિવિક સેન્સ શીખવતાં હોય તેવો વિડિયો બહાર આવ્યો છે. ફિલ્મની વાત કરીએ તો સિમ્બામાં રણવીર સિંહ સાથે સૈફ અલી ખાન પણ જોવા મળશે. ફિલ્મ ૨૮ ડિસેમ્બરે રિલિઝ થવા જઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે સિમ્બા તેલુગુ ફિલ્મ ટેમ્પર પર આધારિત હિન્દી રિમેક છે. ટેમ્પરમાં જે રોલ જુનિયર એનટીઆરે કર્યો છે તે જ રોલ રણવીર સિંહ સિમ્બામાં કરી રહ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




