રાપર તાલુકાના આડેસર ખાતે પસેન્જર બાબતે બે જૂથ બાખડતા મામલો તંગ બનવા પામ્યો હતો જો કે પોલીસે કાબુ મેળવ્યો હતો

0
253

રાપર તાલુકાના આડેસર ખાતે પેસેન્જર બાબતે ગાડી ચાલક અને રીક્ષા ચાલક વચ્ચે બોલાચાલી બાદ બન્ને જુથ સામસામે આવી જતાં મામલો તંગ બન્યો હતો પરંતુ પોલીસે કાબુ મેળવી લેતાં મામલો શાંત થયો હતો

બુધવારે સાંજે આડેસરયી મોમાઇમોરા લાઇનમાં ચાલતી એક ગાડીના રબારી યુવાને પોતાની ગાડીને બદલે એક રીક્ષા ભાડે કરી લેતાં આ બાબતે રબારી અને મુસ્લીમ રિક્ષા ચાલક વચ્ચે થયેલી બોલાચાલી બાદ સવારે યુવાનોનું એક જુ્થ આડેસર હાઇવે પર ઉતરી આવતું હતું જેમાં સૂત્રોના જણાવ્યા મુજબ આ જૂથે સામા પક્ષના લોકોનો માલિકીની હોટલમાં તોડફોડ પણ કરાઈ હતી જેના પગલે ગામમાં કોમી હુલ્લડના સમાચાર વાયુવેગે પ્રસરી જતા લોકોના ટોળાં હાઇવે પર એકત્ર થયા હતા,વળી પુનમનો દિવસ હોતાં વેપારીઓ દ્વારા પાળવામાં આવતી પાંખીને કારણે કરફ્યુ જેવો માહોલ ઉભો થઇ ગયો હતો જો કે,પોલીસે રાપર ચાર રસ્તા પર કડક બંદોબસ્ત ગોઠવી પરીસ્થિતિ કાબુમાં લીધી હતી અને હાઇવે પર સતત ફ્રી લુખ્ખા તત્વોને દુર કરાયા હતા.નવાઇની વાત એ છે કે સમગ્ર બનાવ બાબતે પોલીસમાં કોઇ ફરિયાદ નોંધાઇ નથી,

સોશીયલ મિડિયામાં ઘટના વાયરલ થવા છતાં પોલીસે કેમ પગલાં ન લીધાં તે વાત લોકો માટે આશ્ચર્યજનક બની હતી. આ બનાવ બાદ આડેસર ગામના સરપંચ, ઉપસરપંચ તેમજ આગેવાનો ની સમજાવટ ના કારણે સમાધાન થઇ ગયું હોવાનું જાણવા મળ્યું હતું

રિપોર્ટ: બિમલ માંકડ 78746 35092

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY