રાપર તાલુકા માં ખનીજ ચોરી એટલી હદે વધી ગઇ છે કે ચૂંટાયેલા ગ્રામ પંચાયત નાં સદસ્યો કે સરપંચોને પણ પાછી પાની કરવા નાં દિવસો આવી ગયા છે

રાપર તાલુકા નાં નંદાસર ગામ નાં મહિલા સરપંચ કેસર બાઈ ચાંદાજી સમા અને ઉપ સરપંચ ગુલ મામદ ખાંનજી સમા એ લેખિત અરજી ખનીજ વિભાગ,રાપર મામલતદાર અને ટી.ડી.ઓ ને કરી છે જેમાં જણાવ્યા મુજબ ગામ ની આથમણી અને ઉગમણી સિમ અને ગામ ની બીજી ઘણી જગ્યા ગૌચર અને સરકારી જમીન પર આડેધડ ચાયનાકલે માટીનું ખોદ કામ થઈ રહ્યુ છે જેમાં મુખ્યત્વે કોંગ્રેસ નાં એક અગ્રણી પાટીદાર પણ સામેલ છે જે ખાણો ની લોકો એ સ્થળ પર જઈ ને ચકાસણી પણ કરી છતાં ખનીજ માફિયા ઓ ની લાગવગ એટલી છે કે કોઈ અધિકારી નું કાઇજ ઉપજતું નથી જેથી ખનીજ માફિયાઓ લોકો ને દાદ આપતાં નથી અને ધમકીઓ આપવામાં આવેછે કે તમારાં થી થાય તેં કરી લ્યો અમારું કાંઇ બગડવા નું નથી જેનાં કારણે આવા લોકો પર તાત્કાલિક અસર થી સંબંધિત અધિકારીઓ એ પગલાં ભરવાં જોઈએ અન્યથા પંચાયતનાં સરપંચ અને ઉપસરપંચ ના છૂટકે ગાંધી ચીંધ્યા માર્ગે જવાં નો વખત આવશે તેવું બને એ જણાવ્યું હતુ અત્રે ઉલ્લેખનીય છે કે ખનીજ માફિયાઓ સરકારી પડતર કે ખરાબા ની કે પછી ગૌચર જમીન આડેધડ ખોદી રહ્યાં છે જેમાં તાલુકા નાં મોટા ભાગનાં ગામોમાં જેમાં આડેસર પટ્ટી હોય કે ભીમાસર ભૂટકિયા હોય કે પછી ગેડી. કે ધબડા હોય કે પ્રાથળ વિસ્તાર કે ચૉબારી રામવાવ પટ્ટી હોય ચારે તરફ લાખો નહીં કરોડો નહીં અબજો રૂપિયાની વર્ષે ખનીજ ચોરી ખુલ્લેઆમ સરકારી જમીનો માં થઈ રહી છે જેમાં મોટા ભાગે ખનીજ અધિકારીઓ ફોરેસ્ટ અધિકારીઓ અને રાજકારણીઓ નાં સીધા ભાગમાં છે અથવા તો ખુદ ખોદાવી રહ્યાં છે પણ તંત્રનાં પેટનું પાણી ચાલતું નથી વાગડ વિસ્તાર કે રાપર તાલુકાનાં નાના છોકરાં ને પૂછો તો તેંને પણ ખાણ ક્યાં છે તેની માહીતી હોય છે પણ પુર્વ કચ્છ ખનીજ વિભાગ ને કાંઈ ખબર નહીં હોય કે પછી ભ્રષ્ટ થઈ ગયેલાં અધિકારીઓ પોતાના પાપે વન્ય સંપદા ને નુકસાની કરવાનું મન બનાવી બેઠા છે કે પછી મોટી કમાણીનાં હિસાબે અધિકારીઓ કે પોલીસ ચુપ ચાપ તમાશો જોયા કરે છે કારણ કે રોજ ની ૩૦૦ થી ઉપર ગાડીઓ નીકળે છતાં કોઈ ને ખબર નાં હોય તે વાત તો સરકારી અધિકારીઓ ને ખબર ન હોય તે બનીજ ન.શકે માટે આવા તત્વો વિરૂદ્ધ મોટી કલમો લગાડી ને સાધનો જ્પતિ કરી ને જો કાર્યવાહી સાથે મોટો દંડ થાય તો જ કામગીરી યોગ્ય કહેવાય.અનયથા આવનારા સમય માં કોઈ મોટી ઘટના ઘટે તો નવાઈ નહીં કારણ કે રાપર તાલુકા માં એક આંકડા અનુસાર હજારો હેક્ટર માં ખુલ્લે આમ રોયલ્ટી ચોરી અને ખનીજ ચોરી થઈ રહી છે પણ હજી સુધી કોઈ કેસ ચોપડે ચડતો નથી તો શું આવી ખનીજ વિભાગના લાંચિયા અધિકારી સામે આકરા પગલાં શા માટે ન લેવા..? અને દરોજ આટલી બધા વાહનો અવરલોડ નીકળતા હોવા છતાં પોલીસને દેખાતા નહોય તો શું તેને પણ વિટામિન ‘એમ’ની ઉણપ પુરી કરાય છે..? તેવા સવાલો નાગરિકોમાં ઉઠી રહયાં છે

રીપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




