ન્યુ દિલ્હી,તા.૧૩
રાફેલ યુદ્ધ વિમાનને લઈને વધુ એક ખુલાસો થયો છે. રાફેલ જેટ ડીલમાં અનિલ અંબાણી દ્વારા શક્યતાઓ તપાસવામાં આવી તે પહેલા તેમના મોટા ભાઈ મુકેશ અંબાણીની રિલાયંડ ઈન્ડસ્ટ્રીઝ (RIL) યૂપીએ સરકાર દરમિયાન આ ડીલમાં ભારે રસ લીધો હતો. રાફેલ ડીલમાં RIL પ્રાઈવેટ સેક્ટરની મુખ્ય પાર્ટનર બનવા માંગતી હતી. જોકે RIL ૨૦૧૪ બાદ ડીફેંસ અને એરોસ્પેસ બિઝનેસમાંથી હાથ પાછા ખેંચી લેતા આ યોજના રદ્દ થઈ ગઈ હતી.
પ્રારંભીક ડીલ અનુંસાર, રાફેલ જેટ બનાવનારી ફ્રાંસની ડેસોલ્ટ એવિએશને ઓફસેટ દાયિત્વો માટે એક લાખ કરોડ રૂપિયાથી પણ વધારેનું રોકાણ કરવાની યોજના બનાવી હતી. આ મામલે સંપર્ક કરવામાં આવતા RIL અને ડેસોલ્ટે કંઈ જ કહેવાનો ઈનકાર કરી દીધો છે.
ફ્રાંસના યુદ્ધ વિમાનની ડીલમાં ઓફસેટ્સ ઈન્ડિયા સોલ્યૂસન્સ્ (OIS) નામની એક દાગદાર કંપની પણ શામેલ હતી. તેના પ્રમોટરના કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જીજાજી રોબર્ટ વાડ્રા સાથે સંપર્ક હતાં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કંપનીએ આ ડીલથી બિઝનેસ મેળાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેના માટે દબાણ પણ કરવામાં આવ્યું હતું. OISના પ્રમોટર સંજય ભંડારી ભારતમાં પોતાના વ્યાપારની તપાસ બાદ ફેબ્રુઆરી ૨૦૧૭માં લંડન ભાગી ગયાં હતાં. ત્યારથી આ કંપની જ બંધ છે.
ડેસોલ્ટ એવિએશન પાસે પોતાના પ્રાઈવેટ સેક્ટરના પાર્ટનર પસંદ કરવાની છૂટ હતી, પણ શરત એ હતી કે મુખ્ય પ્રોડક્શન લાઈન સરકારી કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) તરફથી તૈયાર કરવામાં આવે. ૧૨૬ જેટસની પ્રારંભિક ડીલ અંતર્ગત ફ્રાંસની કંપનીને ભારતમાં ઓફશેટ માટે ૧,૦૭,૪૧૫ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું હતું.
ડેસોલ્ટે ભારતના મીડિયમ મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટના કોન્ટ્રાક્ટ માટે પોતાના રાફેલ જેટને ૨૮ ઓગષ્ટ, ૨૦૦૭ને સ્પર્ધામાં શામેલ કર્યું હતું. એવુ પણ કહેવાય છે કે, તે સમયે ડેસોલ્ટે એક પાર્ટનરશિપ માટે ટાટા ગ્રુપ સાથે પણ વાતચીત શરૂ કરી હતી. આ ડીલની વેલ્યૂનો ૫૦ ટકા ઓફસેટ હતો. આ કારણે ડીલના તમામ દાવેદારોએ ભારતની એક એવી મજબૂત પ્રાઈવેટ કંપનીઓની શોધ હતી જે મોટી કિંમતનો ઓર્ડર લઈ શકે. ડીલના દાવેદારોમાં અમેરિકાની એરક્રફ્ટ બનાવતી બોઈંગ અને લોકહીડ માર્ટીન પણ શામેલ હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટાટા ગ્રુપે અમેરિકી પાર્ટનરની પસંદગી કરવાનો નિર્ણય કર્યા બાદ ડેસોલ્ટે મુકેશ અંબાણીની રિલાયંસ સાથે વાતચીત શરૂ કરી હતી. તે સમયે રિલાયંસ એરોસ્પેસ સેક્ટરમાં ઝંપલાવવાની યોજના બનાવી રહી હતી. આ માટે ૪ સપ્ટેબર, ૨૦૦૮ના રોજ રિલાયંસ એરોસ્પેસ ટેક્નોલોજીઝ લિમિટેડ (RATL) નામની અલગથી કંપની બનાવવામાં આવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



