રશિયા અને ક્રોએશિયા વચ્ચે ફાઇટ ટુ ફિનિશ જંગ ખેલાશે

0
67

મોસ્કો,તા. ૬
ફિફા વર્લ્ડકપમાં આવતીકાલથી ક્વાર્ટર ફાઇનલ મેચોની શરૂઆત થઇ ચુકી છે. આવતીકાલે શનિવારના દિવસે બે ક્વાર્ટર પાઇનલ મનેચ રમાનાર છે. જે પૈકીની પ્રથમ મેચમાં યજમાન રશિયા ક્રોએશિયાની સામે ટકરાશે. આ મેચનુ પ્રસારણ નિહાળવા માટે ચાહકો ઉત્સુક છે. યજમાન રશિયા પર જીત માટેનુ દબાણ છે. ઘરઆંગણે વર્લ્ડ કપની શરૂઆત થયા બાદથી જ રશિયાએ તેના દેખાવ મારફતે તમામ શÂક્તશાળી ટીમોને પઠડાટ આપી છે. જેમાં શÂક્તશાળી સ્પેન પણ સામેલ છે. તેની એકમાત્ર ઉરુગ્વેની સામે હાર થઇ હતી. બીજી બાજુ ઇંગ્લેન્ડની ટક્કર સ્વીડન સામે થશે. સ્વીડનનો દેખાવ પણ જારદાર રહ્યો છે. સ્વીડને મેÂક્સકો પર જીત મેળવી હતી. આ વખતે તમામ મોટી ટીમો સ્પર્ધામાંથી આઉટ થઇ રહી છે. આ વખતે મોટા અપસેટ શરૂઆતના રાઉન્ડમાં જ જાવા મળી રહ્યા છે. વર્તમાન ચેÂમ્પયન જર્મની પ્રથમ રાઉન્ડમાં બહાર થઇ ગયા બાદ રાઉન્ડ ૧૬માં સ્પેન, આર્જેÂન્ટના અને પોર્ટુગલ જેવી ટીમો બહાર થઇ ગઇ છે. ડેનમાર્ક પણ હારીને બહાર થઇ જતા વધુ એક મોટો અપસેટ સર્જાયો હતો. રશિયામાં આયોજિત ફિકા વર્લ્ડ કપમાં પ્રથમ વખત વિડિયો રેફરીની ગોઠવણી કરવામાં આવી છે. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ૨૧મા ફીફા વર્લ્ડ કપમાં તંમામ ટીમો પૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરી હતી. જેથી શરૂઆતથી મોટી ટીમો મુશ્કેલીમાં મુકાઇ હતી. જર્મનીમાં વર્ષ ૨૦૦૬માં આનુ આયોજન કરવામાં આવ્યા બાદ આ પ્રથમ વર્લ્ડ કપ છે જેનુ પૂર્વીય યુરોપમાં પ્રથમ વખત આનુ આયોજન કરવામાં આવ્યુ છે. યુરોપિયન રશિયામાં રહેલા તમામ મેદાનો ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. તમામ મેદાન ખાતે સફળ રીતે આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ વર્લ્ડ કપમા ૩૨ ટીમો મેદાનમાં ઉતરી હતી. પ્રથમ રાઉન્ડના દોર બાદ હવે અનેક ટીમો બહાર ફેંકાઇને સ્વદેશ પરત ફરી ચુકી છે.તમામ શÂક્તશાળટીમોમાંથી ચેÂમ્પયન કોણ બનશે તેને લઇને ચર્ચા છેડાઇ ગઇ છે. ફીફા વર્લ્ડ કપમાં એક સાથે પાંચ મુÂસ્લમ દેશ આ વખતે રમી રહ્યા છે. ઇનામી રકમની વાત કરવામાં આવે તો ફીફા વર્લ્ડ કપમાં વિજેતા ટીમને ત્રણ કરોડ ૮૦ લાખ ડોલર એટલે કે ૩૮ મિલિયન ડોલરની મહાકાય રકમ મળનાર છે. જે છેલ્લા વર્લ્ડ કપમાં જે રકમ મળી હતી તેના કરતા ૩૦ લાખ ડોલરની રકમ વધારે છે. ફિફા વર્લ્ડ કપમાં રનર્સ અપ રહેનાર ટીમને ૯૦ લાખ ડોલર અથવા તો ૧૯૪.૪ કરોડ રૂપિયા અને ત્રીજા સ્થાને રહેનાર ટીમને બે કરોડ ૪૦ લાખ ડોલર અથવા તો ૧૬૦.૧ કરોડ રૂપિયા આપવામા ંઆવનાર છે.ફીફા કપમાં વિજેતાને ૨૨૫ કરોડની રકમ મળનાર છે. ફીફા વર્લ્ડ કપમાં રમી રહેલી તમામ ટીમોને તૈયારીની ફી તરીકે ૧૫-૧૫ લાખ ડોલરની રકમ આપવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાંથી બહાર થનાર ટીમને ૮૦ લાખ ડોલર અને અંતિમ ૧૬થી બહાર થનાર ટીમને એક કરોડ ૨૦ લાખ ડોલરની રકમ અપાશે. ક્વાર્ટર ફાઇનલમાં હારી જનાર ટીમને એક કરોડ ૬૦ લાખ ડોલરની રકમ અપાશે. ફીફા વર્લ્ડ કપમાં પ્રવેશ માટે દુનિયાની તમામ ટીમો વચ્ચે ક્વાલિફાઇંગ રાઉન્ડ ચાલે છે. જે પૈકી ૩૧ ટીમો ક્વાલિફાઇંગ મારફતે આ વખતે પહોંચી હતી.આવી જ રીતે એક ટીમ યજમાન હોવાથી સીધી રીતે પહોંચી છે. ૩૨ટીમો પૈકી ૧૪ ટીમો તો બેક ટુ બેક આવી હતી. આઇસલેન્ડ અને પનામા પ્રથમ વખત મેદાનમાં આવ્યા હતા. ફીફા વર્લ્ડ કપમાં કુલ ૬૪ મેચો રમાનાર છે.જે ૧૧ શહેરોના ૧૨ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ફાઇનલ મેચ મોસ્કોમાં લુઝીનિકી સ્ટેડિયમ ખાતે ૧૫મી જુલાઇના દિવસે રમાશે. વર્લ્ડ કપમાં વિજેતા ટીમ સીધી રીતે ૨૦૨૧માં ક્વાલિફાઇંગ કરશે.આ વખતે આઈસલેન્ડ ,પનામા પ્રથમ વખત ક્વાલીફાઈ થયા હતા. ચાર વખતની વિજેતા ઇટાલી આ વખતે ક્વાલિફાઇ પણ થયુ ન હતુ…
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY