રતન ટાટાના સપનાની નેનો કાર ખરેખર ભૂતકાળ બની જશે…!!?

0
94

ન્યુ દિલ્હી,તા.૫
દેશભરમાં જબરદસ્ત હાઈપ વચ્ચે લોન્ચ કરવામાં આવેલી ટાટાની નેનો કાર બહુ જલ્દી ભૂતકાળ બની જશે. રતન ટાટાએ આ કારને આમ આદમીના સ્વપ્ન તરીકે લોન્ચ કરી હતી.
જાકે આ કાર આમ આદમીને પ્રભાવિત કરી શકી નથી. જૂન મહિનામાં તો માત્ર એક જ નેનો કારનુ પ્રોડક્શન થયુ છે. જાકે કંપનીનુ કહેવુ છે કે તેનુ પ્રોડક્શન બંધ કરવા પર હાલમાં કોઈ નિર્ણય લેવાયો નથી.
ગયા મહિને માર્કેટમાં માત્ર ૩ ટાટા નેનો વેચાઈ છે. ગયા વર્ષે જુન મહિનામાં માત્ર ૨૭૫ નેનો કાર બનાવવામાં આવી હતી. કંપનીના પ્રવક્તાનુક હેવુ છેકે અમે જાણીએ છે કે હાલના સ્વરુપમાં તો નેનો ૨૦૧૯ બાદ ચાલુ રાખી શકાય તેમ નથી. જાકે આ અંગે હજી કોઈ નિર્ણય થયો નથી.
પહેલી વખત જાન્યુઆરી ૨૦૦૮માં ટાટા નેનો કાર ઓટો એક્સપોમાં રજૂ કરાઈ હતી. તે વખતે એક લાખની કિંમતમાં કાર મળશે તેવો ભરપૂર પ્રચાર થયો હતો.
કાર જ્યારે માર્ચ ૨૦૦૯માં માર્કેટમાં લોન્ચ થઈ ત્યારે સામાન્ય માણસના ઘર સુધી પહોંચતા તેની કિંમતમાં એક લાખ કરતા ઘણો વધારો થઈ ગયો હતો.

(જી.એન.એસ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY