રોજગારી માટે ખાડી દેશોમાં જનાર ભારતીયોની સંખ્યામાં બે વર્ષમાં અડધો ઘટાડો

0
16

મુંબઈ,તા.૫
રોજગારી માટે ખાડી દેશોમાં જનારા ભારતીયોની સંખ્યા પાછલાં બે વર્ષમાં અડધી થઇ ગઇ છે. વર્ષ-ર૦૧પમાં આ સંખ્યા ૭.૬ લાખ હતી, જે વર્ષ ર૦૧૭માં ઘટીને ૩.૭ લાખ થઇ ગઇ છે. રોજગારી માટે લોકો પહેલાં સાઉદી અરેબિયાને પ્રથમ પ્રાથમિકતા આપતા હતા, પરંતુ ર૦૧પમાં યુનાઇટેડ આરબ એમિરાત-યુએઇ જનારાઓની સંખ્યામાં મોટો વધારો નોંધાયો હતો. ર૦૧પ બાદ યુએઇ જનારાઓમાં ૭૪ ટકાનો ઘટાડો નોંધાયો છે.
દરમિયાન સાઉદી અરેબિયામાં ફેમિલી ટેક્સ લગાવવામાં આવ્યો છે અને તેના કારણે ત્યાં રહેતા ભારતીયોને પ્રતિ સભ્ય ૧૦૦ રિયાલ આપવા પડે છે, જેના પગલે ભારતીયો સાઉદી અરેબિયા જવાનું ઓછું પસંદ કરી રહ્યા છે.
વર્લ્ડ બેન્કના રિપોર્ટ મુજબ વિદેશથી નાણાં કમાઇને દેશમાં લાવવામાં ભારતીયો અગ્રેસર છે. વર્ષ ર૦૧૭માં આ નાણાં લગભગ ૪પ૦૦ અબજ ડોલર હતાં, જેમાંથી એક અંદાજ મુજબ પ૬ ટકા હિસ્સો સાઉદી અરેબિયા, કુવૈત, યુએઇ, કતાર, બહેરિન અને ઓમાન જેવા દેશમાંથી ભારતમાં આવ્યા હતા એટલું જ નહીં, ખાડી દેશોમાં મોંઘવારી વધી છે અને તેના કારણે લોકો રોજગારી માટે જવાનું ઓછું પસંદ કરી રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY