ઉપલેટાના યુવક દ્વારા જામનગરની યુવતીના સોશિયલ મીડિયાથી ફોટા મેળવી બ્લેકમેલ કરનાર આરોપીનો મૃતદેહ મળ્યો

0
75
  1. ઉપલેટા: ઉપલેટા શહેરના ભીમનગર વિસ્તારમાં રહેતો રમેશભાઈ ડાયાભાઈ મકવાણા નામના ૪૩ વર્ષીય દલિત યુવક દ્વારા જામનગર રહેતી એક પરિણીત યુવતી સાથે થોડા સમય પહેલા વીડિયો કોલિંગથી વાત કરી ઉપલેટાના આ શખ્સે અમુક ફોટા મેળવી લીધા હતા. ત્યારબાદ ઉપરોક્ત શખ્સે પોતાની સાથે સંબંધ રાખવાનું કહેતા પરણિતાએ માંગણી નકારી કાઢી હતી. જેના પગલે ધાકધમકી આપી તેણીને એક સ્ટુડિયોમાં બોલાવી, મોડેલીંગના બહાને ફોટા પડાવી રૂ. ૨૫૦૦૦/- પડાવી લીધા હતા. ત્યારબાદ આ શખ્સે વધુ પૈસાની માગણી કરી હતી. જેને તાબે ના થતાં ઉપરોક્ત શખ્સે સમાજમાં બદનામ કરવાના ઈરાદે તેણીના ફોટા મોબાઇલમાં અપલોડ કરી વાઈરલ કર્યાનું બહાર આવ્યુ હતું. આ બનાવની ભોગ બનેલ પીડિત પરણિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેથી પોલીસ દ્વારા બળજબરીથી પૈસા પડાવવાનો ગુનો નોંધી શોધખોળ આદરવામાં આવી હતી. પરંતુ આ શખ્સ હાથ આવેલ ન હતો. ઉપલેટા શહેરથી બહાર આવેલ કબ્રસ્તાન પાસેની અવાવરૂ જગ્યાએથી આ આરોપી રમેશભાઈ ડાયાભાઈ મકવાણાનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. એના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી હતી. જેમાં પોતે નિર્દોષ હોવાનું અને પરણીતા દ્વારા પૈસા પડાવેલ હોવાનું જણાવેલ હતું. આ અંગે કોઈએ પોલીસને જાણ કરતા પીઆઈ ભટ્ટ તથા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ આ અંગે વધુ આગળ તપાસ ચલાવાઈ રહી છે.

રિપોર્ટર : દિનેશ ચંદ્રવાડીયા – ઉપલેટા
9979291598 .     7016006334

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY