મુંબઈ,તા.૭
શિવસેનાએ મોદી સરકારને સલાહ આપી છે કે તેમણે દિલ્હીમાં આપ અને અરવિદ કેજરીવાલને સહયોગ આપવો જાઈએ. તેમજ અરવિંદ કેજરીવાલ કામ કરવા દેવાની મંજુરી આપવી જાઈએ. દિલ્હી સરકાર અને ઉપરાજયપાલ વચ્ચે ચાલી રહેલી તકરાર બાદ સુપ્રિમ કોર્ટે ઉપ રાજયપાલને કેબીનેટની સલાહથી કાર્ય કરવાનો આદેશ આપ્યો છે. તેમજ આ ચુકાદો આમ આદમી પાર્ટીના હકમાં આવ્યા બાદ શિવસેનાનું આ નિવેદન આવ્યું છે. શિવસેનાએ કÌšં કે જા વડાપ્રધાન મોદી ઈચ્છે તો ઉપરાજ્યપાલને નિયંત્રિત કરી શકે છે. સુપ્રિમ કોર્ટે ચુકાદામાં કÌšં હતું કે ઉપરાજયપાલ કેબીનેટની સલાહ પર કામ કરવા માટે બાધ્ય છે તે સરકારને બંધક ના બનાવી શકે.
શિવસેનાએ તેના મુખપત્ર સામનાના સંપાદકીયમાં લખ્યું છે કે દિલ્હીમાં કેજરીવાલ અને એલજી વચ્ચેનો વિવાદ ખત્મ થવો જાઈએ. કેજરીવાલને મુખ્યમંત્રી તરીકે કામ કરવા દેવું જાઈએ. શિવસેના કÌšં કે રાજકીય ગતિરોધ અરવિંદ કેજરીવાલ અને એલજી અનીલ બેંજલ વચ્ચે ન હતો પરંતુ સીએમ કેજરીવાલ અને પીએમ મોદી વચ્ચે હતો. જા પીએમ મોદીએ ધાર્યું હોત તો તે એલજીને નિયંત્રિત કરી શકયા હોત પરંતુ આ કામ પણ ઉચ્ચ ન્યાયાલયે કરવું પડ્યું છે.
શિવસેનાએ કÌšં મોદી સરકારે હવે સુપ્રિમ કોર્ટના આદેશનો આદર કરવો જાઈએ. શિવસેનાએ કÌšં વર્ષ ૨૦૧૫માં પ્રચંડ મોદી લહેર વચ્ચે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સરકાર બનાવી હતી અને ભાજપને માત્ર ત્રણ જ બેઠકો મળી હતી. કેજરીવાલની કાર્યશૈલી અંગે મતભેદો હોઈ શકે છે પરંતુ લોકોના જનાદેશનું સન્માન કરવું જાઈએ. કેન્દ્રએ કેજરીવાલ સરકારને મદદ કરવી જોઈએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





