યુવકોને ઠપકો દેવા જતા મારમારી ધમકી આપી
સુરત, તા. ૧૬
જહાંગીરપુરા વિસ્તારમાં વાસી ઉત્તરાયણના દિવસે અગાસી ઉપર બે યુવકો તેર વર્ષની કિશોરીને બિભત્સ ઈશારા કરતા પિતાએ ઠપકો આપવા જતાં આરોપીઅોએ ધક્કા-મુક્કી કરી પોલીસમાં ફરિયાદ કરશે, તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જહાંગીરપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદી અને તેનું પરિવાર તા. ૧૫મીના રોજ અગાશી ઉપર પતંગ ચગાવતા હતા ત્યારે આરોપી કલ્પેશ મધુભાઈ પટેલ (રહે. યોગેશ્વર સ્ટ્રીટ ડેલાસા), પ્રિતમભાઈ જગદીશભાઈ પટેલ (રહે. જાનકી રેસિડેન્સી કેનાલ રોડ) ના ફરિયાદીની ૧૩ વર્ષિય દીકરીને બિભત્સ પ્રકારના ઈશારા કરી છેડતી કરી હેરાન-પરેશાન કરતા હતા. આ અંગે ફરિયાદી કહેવા જતા આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી ધક્કા-મુક્કી કરી હતી. અને પોલીસમાં ફરિયાદ કરશે. તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે જહાંગીરપુરા પોલીસે પોસ્કો એકટ અન્વયે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




