રાયબરેલી,તા.૧૯
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના યુપી પ્રવાસ દરમિયાન જ રાયબરેલીમાં કોંગ્રેસીઓ ગુંડાગર્દી પર ઉતર્યા હતા.
કોંગ્રેસીઓએ રાયબરેલીમાં સિવિલ લાઈન્સ પાસે જાહેરમાં જ પ્રિયંકા ગાંધી મુર્દાબાદના નારા લગાવનાર હિંદુ યુવા વાહિનીના કાર્યકરોને દોડાવી દોડાવીને માર્યા હતા.
જેના પગલે દોડધામ મચી ગઈ હતી.કોંગ્રેસીઓ સિવિલ લાઈન્સ વિસ્તારમાંથી પસાર થનારા પ્રિયંકા ગાંધીના સ્વાગત માટે ભેગા થયા હતા.તે વખતે હિંદુ યુવા વાહિની નામના સંગઠનના જિલ્લા સંયોજક આશીષ પાઠક સહિતના કાર્યકરો પહોચ્યા હતા.તેમણે પ્રિયંકા ગાંધી મુર્દાબાદના નારા લગાવવાનુ ચાલુ કર્યુ હતુ.
જેના પગલે બંને જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી. કોંગ્રેસીઓએ આશીષ પાઠકને ઘેરીને માર માર્યો હતો.આ મામલામાં પોલીસમાં કોંગ્રેસના નેતાઓ સામે આશિષ પાઠક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



