ચેન્નાઇ,તા.૧૩
મેટ્રો સિટી ચેન્નાઈનો મહાબલિપુરમ રોડ આઈટી કંપનીઓની ઓફિસો માટે જાણીતો છે. જાકે ચેન્નાઈ પાણીની વિકરાળ અછતનો સામનો કરી રહ્યું છે અને હવે સ્થિતિ એવી આવીને ઉભી છે કે, આ રોડ પરની આઈટી કંપનીઓએ પાણી નહી હોવાથી કર્મચારીઓે ઘરેથી કામ કરવા માટે સૂચના આપી છે.
૨૦૦ દિવસથી ચેન્નાઈમાં વરસાદનો છાંટો પડ્યો નથી અને બીજા ત્રણ મહિના સુધી પાણીની અછત દુર થાય તેવા કોઈ એંધાણ નથી. જેના પગલે આઈટી કંપનીઓએ કર્મચારીઓને ઘરેથી જ કામ કરવા માટે કહ્યું છે.
એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે ૧૨ જેટલી કંપનીઓના લગભગ ૫૦૦૦ કર્મચારીઓ એવા છે જેમને ઓફિસમાં આવવાની ના પાડી દેવાઈ છે. આજથી ચાર વર્ષ પહેલા પ્રાઈવેટ વોટર ટેન્કર ચાલકોએ હડતાળ પાડી હતી ત્યારે પણ કંપનીઓએ આ જ રસ્તો અપનાવ્યો હતો.
ચેન્નાઈમાં લગભગ ૬૦૦ જેટલી આઈટી કંપનીઓ આવેલી છે. જેઓ પાણીની અછતથી પ્રભાવિત છે. કંપનીઓ અલગ અલગ ઉપાયો પણ કરી રહી છે. એક આઈટી કંપની મેનેજર કહે છે કે, આવુ જ ચાલતુ રહ્યું તો કંપનીઓ અહીંયા કામ કેવી રીત કરશે તેના પર સવાલ છે. કંપનીઓ વોટર ટેક્સ ચુકવે છે પણ તેનુ કોઈ વળતર નથી. આઈટી કંપનીઓ જે જગ્યાએ આવેલી છે ત્યાં મોટાભાગનુ પાણી બહારથી મંગાવાય છે.
સ્થાનિક તંત્ર આઈટી પાર્કની પાણીની તકલીફને દુર કરવામાં નિષ્ફળ ગયુ છે. પાર્કમાં ૧૭ બોરવેલ છે પણ તેમાંથી નિકળતુ પાણી ૫૦ ટકા જ જરુરિયાત સંતોષી શકે છે. બાકીના પાણી માટે ટેન્કરો પર આધાર રાખવો પડી રહ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




