રાયપુર,તા.૧૬
છતીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહના જમાઈ ડો. પુનીતા ગુપ્તાની વિરુદ્ધ ૫૦ કરોડની ઠગાઈ સહિતની ઘણી કલમો અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી છે. આ એફઆઈઆર ડીકેએસના અધિક્ષક ડો. કે કે સહારેની ફરિયાદ પર ગોલ બજાર પોલિસસ્ટેશનમાં થઈ. પુનીત પર આપરાધિક ષડયંત્ર, છેતરપિંડી, નકલી દસ્તાવેજની હેરાફેરી કરવાનો આરોપ લાગ્યો છે. પુનીત ડીએકએસ સુપર સ્પેશિયલિટ હોસ્પિટલના અધિક્ષક રહી ચુકવ્યા છે.
ફરિયાદ પ્રમાણે, ડો ગુપ્તાએ ૧૪ ડિસેમ્બર ૨૦૧૫થી ઓક્ટોબર ૨૦૧૮ની વચ્ચે હોસ્પિટલમાં ગડબડ કરી હતી. તેમણે નિયમની વિરુદ્ધ ડોકટરો અને અન્ય સ્ટાફની ભરતી કરી. યોગ્ય ન હોય તેવા લોકોને પણ પૈસા આપીને નોકરી આપી. ફરિયાદ બાદ આ મામલાની ત્રણ સભ્યોની કમિટીએ તપાસ કરી હતી. તેમાં પુનીતની વિરુદ્ધ ૫૦ કરોડની અનિયમિતતાની વાત પ્રકાશમાં આવી છે.
ફરિયાદમાં કહેવામાં આવ્યું કે અધીક્ષકે તેના પદ અને સતાનો ખોટો ફાયદો ઉઠાવીને સરકારી પૈસાનો દૂરઉપયોગ કર્યો. તેનાથી સરકારી તિજારીને નુકસાન થયું છે. એવા ઘણાં મશીનો ખરીદવામાં આવ્યા છે, જેને દર્દીઓ સાથે સીધો કોઈ સંબધ નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



